Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પતંગરસિકો આનંદો : ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણમાં પવન સાનૂકૂળ રહેશે

- આગામી બે દિવસ ૧૦થી ૧૫ કિમી વચ્ચે પવનની ગતિ રહેવાની આગાહી

જોકે, બપોર બાદ પવનની ગતિમાં ઘટાડો થઇ શકે છે : રાજ્યભરમાં ઠંડીમાં ઘટાડો જારી

અમદાવાદ, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

'ઉત્તરાયણના દિવસે જ પવન હોતો નથી...' પતંગબાજો પાસેથી આ પ્રકારની ફરિયાદ સામાન્ય રીતે સાંભળવા મળતી હોય છે. પરંતુ આવતીકાલે આ ફરિયાદ નહીં રહે તેવી પૂરી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર માત્ર ઉત્તરાયણ જ નહીં વાસી ઉત્તરાયણના પર્વ દરમિયાન પણ પવનની ગતિ ૧૦ થી ૧૫ કિલોમીટર વચ્ચે રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફની રહેશે. પરંતુ પવનની ગતિ સવારે ૯ થી બપોરે ૩ સુધી જ સાનૂકૂળ રહેશે. આ પછી પવન બેસી જાય તેવી પૂરી સંભાવના છે. આમ, બપોર બાદ પતંગ રસિકોને પતંગ ચગાવવા વધુ ઠૂમકા લગાવવા પડી શકે છે. સોમવારે વાસી ઉત્તરાયણના પવનની ગતિ ૧૦ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે. દરમિયાન અમદાવાદમાં ઠંડીમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. ગત રાત્રિએ અમદાવાદમાં ૧૮.૬ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય શહેરમાંથી ગાંધીનગરમાં ૧૭.૫, વડોદરામાં ૧૬.૬, અમરેલીમાં ૧૭.૭, સુરતમાં ૨૨.૮, ભાવનગરમાં ૨૦, રાજકોટમાં ૧૮.૩, સુરેન્દ્રનગરમાં ૧૯, ભૂજમાં ૧૫.૯ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ ૧૪ થી ૧૭ ડિગ્રી વચ્ચે ઠંડીનો પારો રહેશે. આગામી બે દિવસ સરેરાશ મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રીની આસપાસ રહેશે. આમ, ઉત્તરાયણમાં બપોરે તાપનો સામનો કરવો પડી શકે છે.

આજે અમદાવાદમાં પવનની સંભવિત ગતિ કેટલી રહેશે?

સમય

પવનની ગતિ

-

(કિ.મી. પ્રતિ કલાક)

સવારે ૮:૦૦

૦૮

સવારે ૯:૦૦

૧૦

સવારે ૧૧:૦૦

૧૧

બપોરે ૧૨:૦૦

૧૧

બપોરે ૧:૦૦

૧૦

બપોરે ૨:૦૦

૧૦

બપોરે ૩:૦૦

૦૮

બપોરે ૪:૦૦

૦૬

સાંજે ૫:૦૦

૦૫

સાંજે ૬:૦૦

૦૫

રાત્રે ૭:૦૦

૦૫


(* ખાનગી હવામાન સંસ્થાનું અનુમાન)

Post Comments