Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચૂંટણી જાહેર ન થતાં ભાજપે હાશકારો અનુભવ્યો, માહોલ જામતો નથી

-સરકારે હજુ ઘણી જાહેરાતો કરવાની બાકી છે

-વડાપ્રધાનની મુલાકાત, ગરીબ કલ્યાણમેળા, ખાતમુહુર્ત, લોકાપર્ણ થકી ભાજપ પ્રજાનો રોષ ઠારવા માંગે છે

અમદાવાદ, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

કેન્દ્રીય ચૂંટણીપંચે માત્ર હિમાચલ પ્રદેશની જ ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત કરી હતી. વાસ્તવમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પણ આજે જ જાહેર થવાની હતી પણ તે જાહેરાત થઇ શકી નહીં. આ વાત સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની રહી છે.

લોકચર્ચા એવી છેકે, ગુજરાતમાં સરકાર વિરૃધ્ધ પ્રજારોષ ભભૂક્યો છે પરિણામ ભાજપ સરકાર રોજેરોજ જાહેરાતો કરવા મજબૂર બની છે. આમ છતાંયે ચૂંટણીલક્ષી માહોલ જામતો નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર ન થતાં ભાજપ સરકારે-નેતાઓએ હાશકારો અનુભવ્યો છે.

સૂત્રોના મતે,કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાતની બે દિવસીય મુલાકાત લીધી હતી. ગુરૃવારે પંચ હિમાલચ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરે તેવી પૂરેપૂરી સંભાવના હતી પણ તેવુ કઇં થયુ નહીં. લોકોમાં ચર્ચા છેકે, ભાજપે હજુય ઘણી જાહેરાતો કરવાની બાકી છે.

શહેરોથી માંડીને જિલ્લા-તાલુકા મથકોએ ધારાસભ્યથી લઇને સરકારી અધિકારીઓ વિવિધ પ્રોજેક્ટ,યોજના,બાકી કામોના ખાતમુહુર્ત કરવામાં લાગી પડયાં છે. ૧૬મી ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે તે પણ કોઇ મોટી જાહેરાત કરે તેમ છે. ૧૨,૧૩,૧૪મી સુધી રાજ્યભરમાં ૩૯ ગરીબ કલ્યાણ મેળા યોજાઇ રહ્યાં છે. આમ, ભાજપ સરકાર પ્રજા રોષ ઠારવા મથામણ કરી રહ્યું છે.

આચારસંહિતા લાગે તો, હવે ભાજપ સરકારને મતદારોને મનાવવા માટેનો પૂરતો સમય નથી કેમ કે, ગૌરવયાત્રા પણ ફિક્કી રહી છે. ગૈારવયાત્રામાં મંત્રીઓ-ભાજપના નેતાઓનો હુરિયો બોલાવાઇ રહ્યો છે. સભામાં ખુરશીઓ ખાલી રહે છે. ભાજપના ધારાસભ્યોને ઘેરી લેવાય છે. સભામાં ખુરશી ઉછળી રહી છે. આમ, ચારેકોર વિરોધનો વંટોળ જામ્યો છે. આ જોતાં જેટલાં દિવસ મળે તેમાં પ્રજાલક્ષી જાહેરાતો કરીને ભાજપ મતદારોને રિઝવવા ભરપૂર પ્રયાસો કરી રહી છે.

અત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ન થતાં ભાજપ સરકાર જ નહી,પ્રદેશ ભાજપના નેતાઓએ પણ રાહતનો દમ તાણ્યો છે કેમ કે, હજુ ઘણાં ખાતમુહુર્ત,લોકાપર્ણ સહિતના કાર્યક્રમો બાકી છે. સરકારે જ હજુ ઘણી લોકો ભાજપ પ્રત્યે આકર્ષાય તેવી જાહેરાતો કરવાની બાકી છે.

Post Comments