Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદમાં બે ઇંચ વરસાદમાં ૧૦૦થી વધુ વિસ્તારોમાં પાણી ભરાયા

-પ્રિ-મોન્સુન એક્શન પ્લાન કાગળ પર જ હવાઈ ગયો

-સૌથી વધુ પાણી ગોતા અને મણિનગરના વિસ્તારોમાં ભરાયા

અમદાવાદ,તા. 15 જુલાઇ 2017, શનિવાર

અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલા બે ઇંચ જેવા નજીવા વરસાદમાં નીચાણવાળા ૧૦૦થી વધુ સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. મ્યુનિ.ના કન્ટ્રોલ રૃમમાં જ ૪૭ જગ્યાએ પાણી ભરાવાની મળતા ગોતા અને બહેરામપુરામાં પાણી ઉલેચવા પંપો મૂકવા પડયા હતા. બીજી તરફ જુદાં જુદાં વિસ્તારોમાં વધુ નવ વૃક્ષો ઉથલી પડયા છે. બપોરના સમયે વરસાદની ગતિ વધતા ૧૨.૪૫થી ૨ વાગ્યા દરમ્યાન મીઠાખળી અન્ડરપાસમાં પાણીનું પ્રમાણ વધતા આ સમયગાળામાં વાહન વ્યવહારની અવર-જવર બંધ કરાઈ હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ખમાસા ચાર રસ્તા, કાળુપુર ચોખાબજાર અને બીઆરટીએસ કોરિડોર પાસે, સ્વસ્તિક ચારરસ્તા, પીએન્ડટી કોલોની વાસણા, વ્હાઇટ હાઉસ પંચવટી, મધુવન સોસાયટી સરખેજ, આદર્શ સ્કૂલ કૂબેરનગર, સરખેજ મધુવન, મકતમપુરા, ચિનાર બંગલો રોડ, ફઝલે રહેમાનનો ખાડો, ગોતા નીલદીપ કોલેજ, ગોતા અનુષ્ટાન બંગલો, શ્રીજી બંગલો, અવધ એલીગન્સ, સીમ્સ હોસ્પિટલ, એસ.જી. હાઇવેનો સર્વિસ રોડ, ગોતા ચોકડી, ચાણક્યપુરી, હરિવીલા, રત્નસાગર બંગ્લોઝ, સોલા બ્રિજ, મહાત્મા ગાંધી વસાહત, શુકન મોલ, નીલગીરી એપાર્ટમેન્ટ, સત્યમ કોમ્પ્લેક્ષ, વસંતનગર, સાલ કોલેજ વગેરે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

ઉપરાંત દક્ષિણ ઝોનમાં મણિનગરમાં ગોપાલ ચોક, મિલ્લતનગર, રમા ચોકઠું, વસંત વાડી, ઉત્તમનગર ગાર્ડ, શાકમાર્કેટ, જયનગર, રાવજીભાઈ ટાવરની ગલી, છીપા સોસાયટી, જમાલપુર પાણીની ટાંકી પાસે, પીરકમાલ ચારરસ્તાથી, દાણીલીમડા મસ્ટર સ્ટેશન, જેઠાલાલની ચાલી, મોતી બેકરી, ઇસનપુર વેદાન્ત સ્કૂલ, લાંભા નારોલ ગામ વગેરે સ્થળોએ પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે સાબરમતીમાં પાવર હાઉસ, વિશ્વકર્મા મંદિર, જવાહરચોક સર્કલ, વલ્લભપાર્ક ટર્નિંગ, ચામુંડા માતાનું મંદિર, પીઆર સ્કૂલ  વગેરે વિસ્તારમાં પાણી ભરાયા હતા.
બીજી તરફ ભગવાન સોસાયટીના નાકે, ઇસનપુર અને ગોતા મુરલીધર પાર્ટીપ્લોટ પાસે ખોદકામની માટી બેસી જતાં મોટા મોટા ખાડા પડયા છે. અમદાવાદમાં સૌથી વધુ વરસાદ પશ્ચિમ ઝોનમાં ૫૩.૭૮ મી.મી. અને સૌથી ઓછો ઉત્તર ઝોનમાં ૩૯.૫૧ મી.મી. નોંધાયો છે. વાતાવરણ જામ્યું હોવાથી હજુ પણ રાતના વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.


કયા ઝોનમાં કેટલો વરસાદ ?

ઝોન    તા. ૧૪ના સાંજે ૪-થી    તા. ૧૫-૭-૨૦૧૭ના સાંજે
    
પૂર્વ ઝોન    ૪૫.૫૦    ૨૩૩.૬૯
પશ્ચિમ ઝોન    ૫૩.૭૮    ૨૫૮.૪૧
નવા પશ્ચિમ ઝોન    ૪૬.૧૭    ૨૦૩.૦૨
મધ્ય ઝોન    ૪૭.૭૫    ૨૬૪.૦૦
ઉત્તર ઝોન    ૩૯.૫૧    ૨૭૯.૭૫
દક્ષિણ ઝોન    ૪૪.૫૦    ૨૩૩.૭૫
સરેરાશ વરસાદ    ૪૬.૨૦    ૨૪૫.૫૮


ગુજરાતમાં હજુ આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં આજે બારે મેઘ ખાંગા થતાં ૨૦ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. હજુ આગામી બે દિવસ પણ મેઘમહેર યથાવત્ રહી શકે છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે થી અતિભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આમ, ગુજરાતમાં સર્જાયેલું વરસાદી વાતાવરણ વધુ ઘેરું બને તેવી પૂરી સંભાવના સર્જાઇ છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિતના કેટલાક રાજ્યો માટે ગંભીર ચેતાવણી આપી છે અને તેના કારણે તંત્ર સાબદું કરી દેવામાં આવ્યું છે. આગામી બે દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ સર્જાઇ શકે છે. અતિભારે વરસાદની આગાહીને પગલે કચ્છ જિલ્લાના તમામ સરકારી અધિકારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી અનુસાર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેની સાથે સંલગ્ન દક્ષિણપૂર્વ રાજસ્થાનના લો પ્રેશર એરિયામાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડે તેવી પૂરી સંભાવના છે. આજે અમદાવાદમાં ભેજનું પ્રમાણ ૯૨% નોંધાયું હતું. આ ઉપરાંત ૨૦-૨૧ જુલાઇના પણ અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે.

Post Comments