Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાઇબ્રન્ટ ગુજરાતે વિશ્વભરના ઉદ્યોગપતિઓને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે : પુરૂષોત્તમ રૂપાલા

વાઇબ્રન્ટ સમિટે ગુજરાતને દેશમાં અગ્રેસર બનાવ્યું : ચીમનભાઇ સાપરીયા

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 'એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેમિનાર'

અમદાવાદ, તા. 11 જાન્યુઆરી 2017, બુધવાર

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલ ૮મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટમાં આજે ‘‘ફૂડ પ્રોસેસિંગ દ્વારા કૃષિ વિકાસમાં વૃદ્ધિ’’ વિષયક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ર૦૦૧થી કૃષિ વિકાસ માટે અનેકવિધ પગલાં ભરાયા છે. કૃષિ વિકાસ માટે ગુજરાત સરકારની સાથે કેન્દ્ર સરકાર પણ કાર્યશીલ છે, તેમ જણાવી શ્રી રૂપાલાએ ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા ગુજરાતે માત્ર દેશના જ નહીં પણ વિશ્વના ઉદ્યોગકારો માટે એક પ્લેટફોર્મ પુરૂં પાડયું છે.

કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી ટૂંક સમયમાં નર્મદા યોજનાનું કાર્ય પૂર્ણ થશે જેના પરિણામે રાજ્યમાં સિંચાઇ માટેના પાણીની ઉપલબ્ધતા વધતા ખેત ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે. ખેતીની આવક વધતા તેને આનુષાંગિક કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ જેવી સુવિધાઓ વધશે. ખેત ઉત્પાદનરૂપી રો-મટીરિયલની મોટા પ્રમાણમાં ઉપલબ્ધતાને જોતાં ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે વિકાસની વિપૂલ તકો રહેલી છે. તેમણે આ તકે ફૂડ માટે લોકોની બદલાતી જીવનશૈલી પણ આ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે મહત્વની બની રહેશે તેવી આશા પણ વ્યકત કરી તે દિશામાં કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ર૦૦૩થી શરૂ થયેલ વાઇબ્રન્ટ સમિટે ગુજરાતને વિકાસના ક્ષેત્રે અગ્રેસર બનાવ્યું છે. રાજ્યમાં થયેલ દૂધ ક્રાંતિની સાથે સરકારના કૃષિ વિકાસની નીતિના પરિણામે રાજ્યમાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથોસાથ અહીંના ખેડૂતો તેનો માલ ‘ઇ-નામ’ના માધ્યમથી વિશ્વના કોઇપણ ખૂણે વેચાણ કરવા સક્ષમ બન્યા છે. ગુજરાત સરકારે ‘ખેડૂત મિત્ર’ એપ્લિકેશન પણ ગ્રામીણ ક્ષેત્રના નવયુવાનોને માહિતી મળી રહે તે માટે બનાવી છે.

એગ્રો અને ફૂડ પ્રોસેસીંગમા ૩૪૦ થી વધારે અને સ્ટેટેસ્ટીક પાર્ટનરશીપમાં ૨૫ થી વધારે એમ.ઓ.યુ. સાઇન કરાયા છે તે પૈકી આ સેમિનાર દરમિયાન મંત્રીશ્રી તથા મહાનુભાવોની ઉપસ્થિતીમાં એગ્રો અને ફૂડ પ્રોસેસીંગમાં ૧૨ અને પાંચ સ્ટેટેસ્ટીક પાર્ટનરશીપના ટોકન એમ.ઓ.યુ.સાઇન કરવામાં આવ્યા હતા.
આ સેમિનારમાં ગુજરાત સરકારના ડેરી, પશુપાલન વિભાગના અગ્ર સચિવ શ્રી સંજયપ્રસાદ, સચિવ શ્રી ર્ડા. મુરલી ક્રિષ્ણ સહિતના ઉચ્ચ અધિકારીઓ, રોકાણકારો અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

Post Comments