Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

છોકરીઓની છેડતી અને દાદાગીરી કરતા લુખ્ખાં તત્વો સામે વેપારીઓનું ઉગ્ર આંદોલન

- સેટેલાઈટમાં ટાઈટેનિયમ બિઝનેસ સેન્ટરમાં

- પાર્કિંગમાં કારમાં એક શખ્સ યુવતી સાથે ઝડપાતા મામલો બિચક્યો ડીસીપી સમક્ષ રજૂઆત કર્યા બાદ પોલીસ હરકત

અમદાવાદ, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

સેટેલાઈટમાં આનંદનગર રોડ પર આવેલા ટાઈટેનિયમ બિઝનેસ સેન્ટરમાં યુવતીઓ અને છોકરીઓની છેડતી અને મારામારી કરતા લુખ્ખા તત્વોથી અહીંના વેપારીઓ ત્રાસી ગયા હતા. દરમિયાન સેન્ટરના પાર્કિંગમાં આ ટોળકીના એક શખ્સને વેપારીઆએેે રંગેહાથ ઝડપી લઈને પોલીસને બોલાવી હતી. જોકે પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતા ૧૫૦ વેપારીઓનું જૂથ ઝોન ૭ ના ડીસીપીને મળ્યું હતું. અંતે પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી બે શખ્સોને તાબામાં લીધા હતા.

આ બનાવની વિગત મુજબ આનંદનગર રોડ પર સીમા હોલ સામે આવેલા ટાઈટેનિયમ બિઝનેસ સેન્ટરમાં છેલ્લા બે વર્ષથી લુખ્ખા તત્વોનો ત્રાસ હતો. આ બિઝનેસ સેન્ટરમાં ૧૨૦૦ જેટલી ઓફિસો અને ૧૫૦ દુકાનો આવેલી છે. જેમાં ઘણા ટયુશન ક્લાસીસ પણ આવેલા છે. આ લુખ્ખા તત્વો ટયુશનમાં આવતી છોકરીઓ અને ઓફિસોની યુવતીઓની છેડતી કરતા હતા. તે સિવાય અહીંના સ્કિયુરિટી ગાર્ડ તથા દુકાનોવાળાને દાદાગીરી કરીને મારઝૂડ કરી પરેશાન કરતા હતા.

૧૬ એપ્રિલના રોજ બપોરે ૨ વાગ્યે બિઝનેસ સેન્ટરના બેઝમેન્ટમાં પાર્કિંગમાં એક શખ્સ કારમાં એક યુવતી સાથે ઝડપાઈ ગયો હતો. જેને કારણે વેપારીઓ મોટી સંખ્યામાં બેઝેન્ટમાં એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. તે સમયે આ શખ્સનો સાથીદાર વિપુલ દેસાઈ તેના માણસોને લઈને અહીં આવી પહોંચ્યો હતો અને સીસીટીવી કેમેરાની તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. તેણે સેક્રેટરી કુશ વ્યાસ અને ચેરમેન મયુર મહેતાને મારવાની ધમકી આપી હતી.

બીજીતરફ પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી. જોકે વિપુલે પોલીસને પણ ગાળાગાળી કરી હતી અને પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી, એમ વેપારીઓે કહ્યું હતું. જેને કારણે વેપારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સેટેલાઈટ પોલીસ સ્ટેશન સ્થિત ઝોન-૭ ની ઓફિસે પહોંચ્યા હતા અને ભારે સુત્રોચ્ચારો કરીને ન્યાયની માંગણી કરી હતી. બાદમાં તેઓ ડીસીપી આર.જે.પારગીને મળ્યા હતા અને આ અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. તેમણે સ્થાનિક પોલીસ કોઈ કાર્યવાહી કરતી ન હોવાથી તેમની સમક્ષ રજઆત કરવા આવવું પડયું હોવાનુ પણ જણાવ્યું હતું.

બાદમાં ડીસીપીએ એસીપી અને આનંદનગર પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જેને આધારે પોલીસે કારમાં ઝડપાયેલા રવિ દેસાઈ અને તેની સાથેની યુવતી તથા અન્ય એક શખ્સને તાબામાં લઈને તપાસ હાથ ધરી હતી. તે સિવાય મુખ્ય આરોપી વિપુલ દેસાઈ અને તેના સાતથી આઠ સાથીદારોની શોધ આદરી છે.

છેલ્લાં બે વર્ષથી અહીં અસામાજિક તત્વોનો ત્રાસ છે
ટાઈટેનિયમ બિઝનેસ સેન્ટરના વ સેક્રેટરી કુશ વ્યાસના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષથી અહીં આ શખ્સોનો ત્રાસ હતો. અનેક વખત અહીંના સિક્યુરિટી ગાર્ડને મારઝૂડ કરી હતી. સેન્ટરની સામે જ અડ્ડો જમાવીને બેસતા આ શખ્સોએ બે દિવસ પહેલા જ તેમને અંદર પ્રવેશતા અટકાવકતા સિક્યુરિટી ગાર્ડને મારઝૂડ કરી હતી. આ શખ્સો સામે અગાઊ પણ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જોકે તેમનો ત્રાસ ઓછો થયો ન હતો. જેને કારણે અમારે ઊચ્ચ અધિકારી સમક્ષ રજૂઆત કરવી પડી હતી.

પોલીસે કાર્યવાહી નહી કરી હોય તો અમે તેની પણ તપાસ કરીશું : ડીસીપી
વેપારીઓેએ આ બિઝનેસ સેન્ટરમાં છેલ્લા બે વર્ષથી અસામાજીક તત્વોનો ત્રાસ હોવાનું જણાવ્યું હતું.જોકે ડરના માર્યા તેઓ વિરોધ કરતા ન હતા. તે સિવાય પોલીસ યોગ્ય કાર્યવાહી કરતી ન હોવાની પણ રજૂઆત કરી હતી. અમે આ અંગે પણ તપાસ કરીશું. આજના બનાવ બાદ આ બાબત મારા ધ્યાનમાં આવી છે.જોકે મે કાયમી ધોરણે તેમને છુટકારો મળે તે પ્રકારની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે, એમ ઝોન-૭ ના ડીસીપી આર.જે.પારગીએ જણાવ્યું હતું.

Post Comments