Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે કોંગ્રેસ સ્ક્રિનીંગ કમિટીની બેઠક, પ્રથમ યાદીને આખરી ઓપ અપાશે

-પાટીદારોને ૨૦,ઠાકોરોને ૧૨,મહિલાઓને ૮,લઘુમતીને ૪ ટિકિટ મળી શકે છે

અમદાવાદ, તા.13 નવેમ્બર 2017,સોમવાર

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે ટક્કર ઝીલી શકે તેવા સક્ષમ ઉમેદવારો શોધવા કોંગ્રેસની કવાયત હવે આખરી તબક્કામાં ચાલી રહી છે. મંગળવારે દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રિનીંગ કમિટીની બેઠક મળી રહી છે જેમાં ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપવામાં આવશે.

સૂત્રોના મતે, હાઇકમાન્ડનું તેડુ આવતાં પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી મંગળવારે વહેલી સવારે દિલ્હી પહોંચી રહ્યાં છે. ૧૦૦ જેટલી બેઠકો પર સિંગલ નામની સર્વસંમતિ સધાઇ ચૂકી હોવાનો કોંગ્રેસના નેતાઓ દાવો કરી રહ્યા છે.

સુત્રો કહે છેકે, કોંગ્રેસની પ્રથમ યાદીમાં ૮૦ ઉમેદવારોના નામો જાહેર થઇ શકે છે. પ્રથમ તબક્કામાં ૨૦ પાટીદારો, ૧૨ ઠાકોરો,૮ મહિલા, ૪ લઘુમતીને ટિકીટ મળી શકે છે.

આ ઉપરાંત એનએસયુઆઇ અને યુવા કોંગ્રેસના યુવા ચહેરાઓને પણ કોંગ્રેસ પ્રાધાન્ય આપશે. આ વખતે કોંગ્રેસ તરફી થોડોક માહોલ જામ્યો છે જેના પગલે સાંસદોથી માંડીને મ્યુનિ.વિરોધપક્ષના નેતા,મ્યુનિ,કોર્પોરેટરો,જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પણ ટિકિટની લાઇનમાં છે. દાવેદારો ટિકિટ મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે ત્યારે ૧૬મીએ દિલ્હીથી કોંગ્રેસના ઉમેદવારોનુ લિસ્ટ જાહેર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

કોંગ્રેસે મતવિસ્તારમાં રાજકીય-સામાજિક સમીકરણો ઉપરાંત જાતિવાદનુ કાર્ડ ખેલીને ટિકિટ આપવાનુ મન બનાવ્યું છે. આ ઉપરાંત આ વખતે કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોર,હાર્દિક પટેલ અને જીજ્ઞોશ મેવાણી ફેક્ટરને પણ ટિકિટ વહેચણીમાં ધ્યાને લેવા કોગ્રેસ મજબૂર બન્યુ છે.

Post Comments