Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે કોંગ્રેસ સ્ક્રિનીંગ કમિટીની બેઠક, ૧૦૦ ઉમેદવારોની પસંદગી કરાશે

-દિલ્હીમાં મૂરતિયા પસંદગીનો ધમધમાટ શરૃ

-પેનલમાંથી ઉમેદવારની પસંદ કરવા મેરેથોન ચર્ચા, જીતી શકે તેવા ઉમેદવારની પહેલી પસંદગી

અમદાવાદ, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

વિધાનસભાની ચૂંટણી મેદાને ઉતારવા કોંગ્રેસે મૂરતિયાઓની પસંદગી પ્રક્રિયાને વેગ આપ્યો છે. દિલ્હીમાં સ્ક્રીનીંગ કમીટીની બેઠકમાં પેનલમાંથી ઉમેદવારની આખરી પસંદગી કરવા મેરેથોન ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, કોંગ્રેસે ભાજપને ટક્કર આપી જીત હાંસલ કરી શકે તેવા ઉમેદવારની પહેલી પસંદ કરવા નક્કી કર્યું છે.

સૂત્રોના મતે, દિલ્હીમાં આજે સ્ક્રીનીંગ કમિટીના અધ્યક્ષ બાબાસાહેબ થોરાટની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા મોકલાયેલી પેનલો પૈકી ઉમેદવારની પસંદગી કરવા ચર્ચા થઇ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પણ દિલ્હી પહોંચ્યા છે. સ્થાનિક સમીકરણો, રાજકીય પ્રભુત્વ, મતવિસ્તારમાં પ્રજાલક્ષી કામો, મતદારો પર પક્કડ સહિતના કારણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારની પસદગી કરવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓની રાજકીય ભલામણ આધારે નહીં, પણ રાહુલ ગાંધીની ટીમે કરેલાં સર્વેને પણ ધ્યાનમાં રાખીને ઉમેદવારની પસંદગી કરવામાં આવી રહી છે. શુક્રવારે પણ સ્ક્રીંનીગ કમિટીના બેઠક મળશે.

પ્રથમ તબક્કામાં ૧૦૦ ઉમેદવારોના નામોની પસંદગી કરવામાં આવશે જેમાં ૪૩ વર્તમાન ધારાસભ્યોનો સમાવેશ કરાશે. પાંચ ધારાસભ્યોને ઉંમરના પ્રશ્ન હોવાથી તેમના સંતાનોને પણ ટિકીટ આપવામાં આવે તેવી સંભાવના છે. મોટાભાગે અન્ય નામો પર સર્વસંમતિ સાધવામાં આવી છે. આ વખતે ટિકીટની વહેંચણી બાદ વિવાદ ન થાય તે માટે કોંગ્રેસે મોનિટરીંગ કમીટી પણ બનાવી છે. આમ,ટૂંક જ સમયમાં કોંગ્રેસ પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

Post Comments