Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે BRTSના ૬ રૃટો બંધ રહેશે, AMTSના ૩૦ રૃટોને ડાયવર્ઝન અપાયું

-સવારના ૬ થી બપોરના ૧ વાગ્યા સુધી

-એએમટીએસની ૧૫૫ બસોના હજારો મુસાફરોએ હાલાકી ભોગવવી પડશે

અમદાવાદ,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

ભારત અને જાપાનના વડાપ્રધાનની અમદાવાદ શહેરની મુલાકાતને લઇને આજે તા.૧૪ તારીખને ગુરૃવારે ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૃપે બીઆરટીએસના વિસત-ગાંધીનગર જંક્શનથી અંધજન મંડળ સુધીનો રૃટ બીઆરટીએસ બસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે એએમટીએસના ૩૦ રૃટોને ડાયવર્ઝન અપાયું છે.

સવારે ૬ વાગ્યાથી લઇને બપોરના એક વાગ્યા સુધી અથવા તો સક્ષમ અધિકારીની સુચના ના મળે ત્યાં સુધી આ રૃટ બંધ રખાશે.આજે ૦૪-ઝુંડાલ સર્કલથી કોમર્સ છ રસ્તા, ૦૩-આરટીઓથી મણિનગર, ૧૨-આરટીઓથી હાટકેશ્વર, ૧૦૧ આરટીઓ સરક્યુલર, ૨૦૧-આરટીઓ એન્ટિસર્ક્યુલર, ૧૦૦૦- એરપોર્ટ શટલના બીઆરટીએસના રૃટ બંધ રહેશે.

આ ઉપરાંત ત્રણ રૃટોમાં આંશિક ફેરફાર કરાયા છે. જેમાં ૦૭-નારોલથી ઝુંડાલ રૃટના બદલે નારોલથી ગુરૃદ્વારા(દુધેશ્વર) શટલ, ૦૨-સાયન્સ સિટીથી ઓઢવ રીંગરોડ રૃટના બદલે ઓઢવ રીંગરોડથી ગુરૃદ્વારા(દુધેશ્વર) શટલ અને ૦૯-સોલા ભાગવતથી મણિનગર રૃટના બદલે મણિનગરથી એલ.ડી.એન્જિનિયરીંગ, કોલેજ સુધી શટલના રૃપમાં સંચાલન કરવામાં આવશે. અન્ય રૃટો તેના નિયત સમય- સ્વરૃપમાં યથાવત રહેશે.

Post Comments