Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મતદાન મથક સુધી ઇવીએમને પહોંચાડવા ૧૫૪ રૃટ નક્કી થયાં

- પાંચેય વિધાનસભા બેઠકોમાં

- ચૂંટણી તંત્ર મતદાન સામગ્રી પહોંચાડવા માટે ૧૬૪ એસટી બસોનો ઉપયોગ કરશેઃ૧૦૫ વાહનો સંપાદિત કરાયાં

ગાંધીનગર, તા. 7 ડીસેમ્બર, 2017, ગુરૂવાર

ગાંધીનગર જિલ્લામાં તા.૧૪મી ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથક સુધી ઇવીએમને પહોંચાડવા માટે ૧૫૪ રૃટ નિયત કરી દેવામાં આવ્યા છે. જે માટે ચૂંટણી તંત્ર ૧૬૪ એસ.ટી. બસોનો ઉપયોગ કરશે અને ચૂંટણી સંબંધિત કામગીરી માટે ૧૦૫ નાના મોટા વાહનોને સંપાદિત કરવામાં આવ્યાં છે.

ગાંધીનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે હેતુથી જિલ્લા તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. હવે આગામી તા.૧૪મી ડિસેમ્બરે મતદાન યોજવાનું છે ત્યારે મતદાન માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લામાં ૧૩૪૨ જેટલા મતદાન મથકો ઉપર મતદાન થવાનું છે ત્યારે આ માટે પોલીસ સ્ટાફ પણ નિયત કરી દેવામાં આવ્યો છે. તો ડિસ્પેચ સેન્ટર પણ નક્કી કરીને પોલીંગ સ્ટાફ તેમજ ઇવીએમને મતદાન મથક સુધી પહોંચાડવા માટે જિલ્લા ચૂંટણી તંત્રએ ૧૫૪ જેટલા રૃટ નિયત કર્યાં છે. જેમાં દહેગામ માટે ૨૫, ગાંધીનગર દક્ષિણ માટે ૩૯, ગાંધીનગર ઉત્તર માટે ૩૧, માણસા માટે ૨૯ અને કલોલ માટે ૩૦ મળી એમ કુલ ૧૫૪ રૃટ નક્કી કરવામાં આવ્યાં છે.

આ રૃટો ઉપરથી ઇવીએમને મતદાન મથક સુધી પહોંચાડવામાં આવશે. જેમાં ચૂંટણી તંત્ર ૧૬૪ જેટલી એસ.ટી. બસોનો ઉપયોગ કરશે. ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ માટે ડિસ્પેચ સેન્ટરની વ્યવસ્થા ગાંધીનગરમાં કરવામાં આવી છે ત્યારે અન્ય ત્રણ વિધાનસભાની બેઠકો માટે તેમના તાલુકા મથકોએ વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી સંબંધિત વિવિધ કામગીરીમાં પહોંચી વળવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૧૦૫ જેટલા નાના-મોટા વાહનોને સંપાદિત કરી દેવામાં આવ્યાં છે.

Post Comments