Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઝેરી દવા પીને એક જ પરિવારની ત્રણ મહિલાનો આપઘાતનો પ્રયાસ

-અમરાઈવાડીમાં બનેલો બનાવ

અમદાવાદ,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

અમરાઈવાડી વિસ્તારમાં રહેતી એક જ પરિવારની ત્રણ મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે તેમને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોતાની બહેને પ્રેમલગ્ન કરી લેતા બન્નેના પરિવારો વચ્ચે થયેલા ઝઘડાને કારણે આ બનાવ બન્યો હોવાનું પોલીસનું કહેવું છે. જ્યારે બીજીતરફ બુટલેગરોના ત્રાસને કારણે તેમણે આ પગલું ભર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. અમરાઈવાડી પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

આ બનાવની વિગત મુજબ અમરાઈવાડીમાં રઊફની ચાલીમાં રહેતા મિત્તલબહેન જ્યંતિભાઈ સોલંકી, પુષ્પાબહેન જયેશભાઈ પરમાર અને દક્ષાબહેન યોગેશભાઈ રાઠોડએ આજે બપોરે ૨ વાગ્યે ઝેરી દવા પી લીધી હતી. ત્રણેયની તબિયત લથડતા તેમને સારવાર અર્થે એલ.જી.હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં આઈસીયુંમાં તેમની સારવાર ચાલી રહી છે.

આ અંગે અમરાઈવાડી પોલીસ સ્ટેશનના સિનીયર પી.આઈ.ઓ.એમ.દેસાઈએ જણાવ્યું હતું કે મિત્તલબહેનની બહેને નજીકના મહોલ્લામાં રહેતા એક યુવક સાથે ત્રણ ચાર દિવસ પહેલા પ્રેમલગ્ન કરી લીધા હતા. બાદમાં આ દંપતી રામોલ રહેવા જતું રહ્યું હતું. દરમિયાન આ યુવક અને તેની માતા કપડા લેવા માટે યુવતીના ઘરે આવ્યા હતા. જેમાં યુવતી અને યુવકના પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. તે સિવાય આ પ્રેમલગ્નને પગલે બન્નેના પરિવારે સામસામી પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જેને કારણે આ બનાવ બન્યો હોવાનું દેસાઈએ વધુમાં કહ્યું હતું.બીજીતરફ સ્થાનિક લોકોમાં બુટલેગરોના ત્રાસને કારણે આ ત્રણેય મહિલાઓે ઝેર પીધું હોવાની ચર્ચા ચાલી રહી છે.

Post Comments