Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જે શિક્ષકો માત્ર ભણાવવા ખાતર ભણાવે છે તે આ પ્રોફેશન છોડી દે

-જીટીયુ કોન્વોકેશનમાં એઆઈસીટીઈના ઉપાધ્યક્ષનું વકતવ્ય

-ઉચ્ચ શિક્ષણમાં માત્ર ૨૫ ટકા પ્રવેશ દરઃડૉ.પુનિયા

અમદાવાદ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો આજે ૭મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો.જેમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા એઆઈસીટીઈના વાઈસ ચેરમેન એમ.પી.પુનિયાએ  વિદ્યાર્થીઓ અને  પ્રોફેસરોને સંબોધન કરતા જણાવ્યુ હતું કે દરેક વિદ્યાર્થીએ તેના પ્રોફેસર કે શિક્ષકનું માન જાળવવુ જોઈએ અને બીજી બાજુ દરેક શિક્ષકે ક્લાસમાં વિદ્યાર્થીઓને નિષ્ઠાથી ભણાવવુ જોઈએ.જે શિક્ષક માત્ર ભણાવવા ખાતર ભણાવીને જતા રહે છે તેઓએ આ પ્રોફેશન છોડી દેવુ જોઈએ.

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના વાઈસ ચેરમેન એમ.પી.પુનિયાએ તેના દીક્ષાંત પ્રવચનમાં સંબોધન કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓ હવે અહીંથી ડિગ્રી લઈને જ્યારે બહાર ઈન્ડસ્ટ્રીમાં-સમાજમા જઈ રહ્યા છે ત્યારે તમારે ટીમમાં રહીને હવે કામ કરવુ પડશે.

દરેક વિદ્યાર્થી પોતાનામાં એક કોન્ફીડન્સ રાખે અને આગળ વધે.ડૉ.પુનિયાએ હાલના બેજવાબદાર શિક્ષકો સામે ટકોર કરતા કહ્યુ કે શિક્ષકોએ વિદ્યાર્થીઓનો તેમના પરના વિશ્વાસ ક્યારેય તૂટવા દેવો જોઈએ નહી.

જ્યારે વિદ્યાર્થીઓનો વિશ્વાસ તુટશે ત્યારે તેઓને પુરા સમાજ પરથી વિશ્વાસ ઉઠી જશે.દરેક શિક્ષકે પુરી નિષ્ઠાણી ભણાવવુ જોઈએ અને જે દિવસે મૂડ ન હોય ભણાવવાનો તે દિવસે કોલેજ જ જવુ ન જોઈએ.જો રસ વગર શિક્ષક ક્લાસમાં વિદ્યાર્થીને ભણાવે તો તે ખોટુ છે.

શિક્ષકે ક્યારેય વિદ્યાર્થીને ખોટુ ન ભણાવવુ જોઈએ.ઈજનેરીમાં જો શિક્ષક વિદ્યાર્થીને ખોટુ ભણાવે તો તે ખોટુ શીખીને ડિગ્રી લઈને સમાજમાં અને ઈન્ડસ્ટ્રીમાં ખોટુ જ અમલમાં મુકશે અને તેના લીધે ઘણીવાર સમાજના હજારો લોકોને નુકશાન થાય છે.

જે શિક્ષક પોતાની ખામી ઓળખી શકે અને અહેસાસ કરી શકે કે તેણે આજે સારુ નથી ભણાવ્યુ તે જ સાચો અને સારો શિ૭ક છે.ડૉ.એમ.પી.પુનિયાએ  શિક્ષકો પર કટાક્ષ કરતા કહ્યુ કે મૃત્યુ બાદ જ્યારે તમે ઉપર ભગવાન પાસે જશો ત્યારે ભગવાનને એવુ નહી કહેવાય કે સાતમુ પગાર પંચ નથી મળ્યુ,પીએફ નથી મળ્યુ, પુરતો વેજ નથી મળ્યો,તેઓને શું ભણાવુ અને કેવુ કામ કર્યુ તેનો જવાબ આપવો પડશે.

અંતમાં તેઓએ વિદ્યાર્થીઓને ટકોર કરી કે ગમે તેટલા આકાશમાં ઉડો પર પરંતુ પગ જમીન પર રાખજો. હાલની ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થાને લઈને ડૉ.પુનિયાએ જણાવ્યુ કે હજુ પણ આપણા ગામડાઓમાં ઉચ્ચ શિક્ષણ મળતુ નથી.હાલ ૨૫ ટકા જ ઉચ્ચ શિક્ષણનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો છે.

કોન્વોકેશનમાં ઉપસ્થિત યુનિ.ના કુલાધિપતિ અને રાજ્યપાલે કહ્યુ કે હાલની શિક્ષણ વ્યવસ્થા બદલવાની જરૃર છે અને વિદ્યાર્થીઓને તથા યુવાનોને પગભર બનાવે તેવી બનાવવાની જરૃર છે.આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૃપાણીએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યુ હતું.જો કે તેઓની સ્પીચરમા શરૃઆતમા જ ગોટાળો મારતા એઆઈસીટીના વાઈસ ચેરમેનને વાઈસ ચાન્સેલર ગણાવી દીધા હતા.

Post Comments