Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડૉ. તોગડિયાના ઉપવાસ કાર્યક્રમને મંજૂરી ન મળી : આજે ઘર્ષણનાં એંધાણ

- સંઘના નેતાઓ મનાવવા ગયા પણ તેઓ ન માન્યા

- મંજૂરી મળે કે ન મળે આજ સવારથી અનશન કરાશે સાધુ- સંતો સહિત ૧૧૦૦ અગ્રણીઓ જોડાશે

અમદાવાદ, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

વિશ્વ હિન્દુ પરિષદમાંથી ખૂબ જ ખરાબ રીતે હાંકી કાઢવામાં આવેલા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ ડો. પ્રવીણ તોગડિયાના આમરણ ઉપવાસને લઈને મામલો ગરમ થયો છે. તેઓએ સાધુ- સંતો તથા વિહિપના વિવિધ ૧૫૦૦ અગ્રણીઓ સાથે અમદાવાદમાં મંગળવારથી કેન્દ્રની મોદી સરકાર સામે મોરચો માંડવા માટે ૧૭મી એપ્રિલથી ઉપવાસ પર ઉતરવાનું જાહેર કર્યું હતું પરંતુ પોલીસ તંત્ર દ્વારા ડો. તોગડિયાને મંજૂરી અપાઈ નથી. બીજી બાજુ તેમણે આવતી કાલથી કોઈ પણ ભોગે ઉપવાસ પર બેસવા કૃતનિશ્ચયી હોવાથી ઘર્ષણ થવાના એંધાણ છે.

તાજેતરમાં વિહિપના આંતરરાષ્ટ્રીય પ્રમુખ માટેની ચૂંટણીમાં ડો. તોગડિયાનો કાંટો કાઢી નખાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇશારે ઉભા રહેલા કોકજેનો વિજય થયો હતો. જો કે, પ્રવીણ તોગડિયાની કારકિર્દી ખતમ કરી નખાશે તેવી અટકળો ક્યારની ય ચાલતી હતી જે હવે સાચી પડી છે.

ભૂતકાળમાં એક સમયે નરેન્દ્ર મોદી ને પ્રવીણ તોગડિયા ગાઢ મિત્રો મનાતા હતા પરંતુ ૨૦૦૨ પછી તત્કાલીન મુખ્યમંત્રી મોદીના વલણમાં ભારે ફેરફારો આવતા ડો. તોગડિયાએ અંતર વધારી દીધું હતું. ત્યારથી બન્ને નેતાઓ વચ્ચેનું રાજકીય વૈમનસ્ય ચાલતું આવ્યું છે. મોદીએ પણ પાછળ રહીને ડો. તોગડિયાને હરાવતા હવે બન્ને વચ્ચેની દુશ્મનાવટ પરાકાષ્ટાએ પહોચી છે.

ડો. તોગડિયા પણ ખૂબ જ જૂના અને અનુભવી ખેલાડી હોવાથી હિન્દુત્વનો મુદ્દો ઉભો કરીને અનશનનું શસ્ત્ર ઉપાડયું છે. તેઓએ અયોધ્યામાં રામમંદિર બાંધવા, જમ્મુ કાશ્મીરમાં પંડિતોને રક્ષણ આપી તેમનું પુન:વસન કરવા. ખેડૂતોના પ્રશ્નો હલ કરવા સહિતની છ જેટલી માંગણીઓ સાથે મોદી સામે બાથ લીધી છે.

ડો. તોગડિયાએ વાડજમાં આરટીઓ સર્કલ પાસે આવેલા બત્રીસી સમાજની વાડીની બહાર અચોક્કસ મુદતના ઉપવાસ- ધરણા કરવાનું જાહેર કર્યું હતું. તેમની સાથે સાધુ- સંતો અને વિહિપના ગુજરાત પાંખના અગ્રણીઓ તથા પદાધિકારીઓ વગેરે મળીને ૧૫૦૦ જેટલા લોકો સાથે જોડવાના છે.

પરંતુ પોલીસે આરટીઓ પાસે ઉપવાસને મંજૂરી નહી આપતા તોગડિયાએ યુનિવર્સિટી પાસે આવેલા જીએમડીસીના ગ્રાઉન્ડમાં ઉપવાસ આંદોલન શરૃ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ પોલીસ તંત્રએ રાજકીય નેતાઓના ઇશારે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિનું બહાનું કાઢીને ડો. તોગડિયાને જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ મંજૂરી આપી નથી. આમ છતાં તોગડિયાએ કાલથી ઉપવાસ શરૃ કરવાનું નકકી કર્યું હોવાથી પોલીસ સાથે ઘર્ષણ થવાની પૂરી દહેશત છે. બીજી બાજુ સંઘના ત્રણ નેતાઓએ સોમવારે તોગડિયાની મુલાકાત લઈ તેઓને ઉપવાસ નહી કરવા સમજાવ્યા હતા પણ તોગડિયા માન્યા નથી.

હવે તોગડીયા પાલડીના વણીકર ભવનમાં ઉપવાસ કરશે
અમદાવાદ, સોમવાર
આરટીઓ પાસે અને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ- ધરણાની પોલીસ તંત્રએ મંજુરી નહી આપતા આખરે ડો. પ્રવિણ તોગડીયાએ પાલડીમાં આવેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય વણીકર ભવન ખાતે જ ઉપવાસ પર બેસવાનું નક્કી કર્યું છે. તોગડીયાએ એક દિવસમાં ઉપવાસ માટેનું આ ત્રીજુ સ્થળ બદલ્યું છે. મોડીરાત્રે સ્થળ બદલવાનો આ નિર્ણય લેવાયો હતો.

Post Comments