Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખેડૂત સમાજની ચિમકી, ૧૭મી પછી ઉદ્યોગોને અપાતુ પાણી બંધ કરી દઇશું

- નર્મદાના પાણીનો ભાજપ સરકાર હિસાબ આપે

- ઉનાળુ પાકના સિંચાઇ માટે ભાજપ સરકારે પાણીકાપ મૂક્યો તો,પછી ઉદ્યોગો માટે પાણીકાપ કેમ નહીં

અમદાવાદ, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

ઓછા વરસાદને કારણે નર્મદાડેમમાં પાણીના જથ્થો ઘટયો છે પરિણામે નર્મદા નિગમે ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી નહી આપવા નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પગલે ગુજરાત ખેડૂત સમાજે એવી ચમકી ઉચ્ચારી છેકે, જો સિંચાઇનું પાણી નહી આપવામાં આવે તો,ઉદ્યોગોને અપાતુ પાણી બંધ કરી દેવાશે.

આ વખતે ખેડૂતો નર્મદાના પાણી પર આધારે ઉનાળુ પાકની ખેતી નહી કરી શકે.નર્મદા નિગમની દલીલ છેકે, નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ પાણીકાપ મૂકતાં સરકારે આ નિર્ણય લેવો પડયો છે. આ તરફ, ગુજરાત ખેડૂત સમાજે ભાજપ સરકાર પર આરોપ મૂક્યો છેકે, નર્મદા ડેમ ઓવરફ્લો થયો હતો તો પછી પાણી ગયું કયાં,સરકારે પાણી ક્યાં વાપર્યું,ભાજપ સરકાર સિંચાઇ માટે કેટલું પાણી અને ઉદ્યોગોને કેટલુ પાણી આપે છે તેની વિગતો કેમ જાહેર કરતી નથી. જો ઉનાળુ પાક માટે પાણીકાપ મૂકાયો હોયતો,ઉદ્યોગો માટે પાણીકાપ સરકારે કેમ મૂક્યો નથી તે સમજાતુ નથી.

ગુજરાત ખેડૂત સમાજના અગ્રણી સાગર રબારીએ એવો આક્ષેપ કર્યો કે,નર્મદા નિગમ ભ્રષ્ટાચારનો અડ્ડો બન્યો છે. નર્મદાનું પાણી ઉદ્યોગોને બારોબાર વેચી મારી દેવામાં મંત્રીઓ પણ સંડોવાયેલાં છે તેવી ચર્ચા છે. સિંચાઇનું પાણી બંધ કરીને ભાજપ સરકાર ખેડૂતો પર દબાણ લાવવા ઇચ્છી રહી છે પણ ખેડૂતોએ વિધાનસભાની ચૂંટણીમા તો પરચો દેખાડયો છે.હવે લોકસભાની ચૂંટણીમાં ય પરિણામ ભોગવવા ભાજપ તૈયાર રહે.સરદાર સરોવરના વિવાદ વખતે ભાજપ સરકાર ખેડૂતોને સિંચાઇનું પાણી આપવાનો મુદ્દો આગળ ધરી ટ્રિબ્યુનલ અને સુપ્રિમમાં ગુજરાતનો કેસ વધુ મજબૂત કર્યો હતો. હવે આ જ સરકાર જ ખેડૂતોને સિંચાઇનુ પાણી આપવા કાપ મૂકી રહી છે.

જો ૧૫મી માર્ચ પછી કેનાલોમાં પાણી બંધ કરાશે તો,ખેડૂતોએ જીઆઇડીસીમાં ઉદ્યોગોને અપાતુ પાણી બંધ કરી દેવા નક્કી કર્યું છે. ખેડૂતોએ સાણંદ,કચ્છ,જામનગર સહિતની જીઆઇડીસીમાં ઉદ્યોગોના પાણી કનેકશન કાપી નાંખવા ચિમકી ઉચ્ચારી છે.

દર સિઝનમાં ખેડૂતો ૧૮૦૦ કરોડથી વધુનુ નુકશાન કરે છે
નર્મદાના પાણીથી તળાવો ભરી ઉદઘાટન કર્યાંને, હવે ખેડૂતો ભોગ બની રહ્યાં છે
ઉદ્યોગો પર પાણીકાપ મૂકી ખેડૂતોને પાણી આપવા કોંગ્રેસની માંગણી, ૨૨ વર્ષે કેનાલના કામો કેમ પૂર્ણ કરાતા નથી

અમદાવાદ,શનિવાર
ઓછા વરસાદને લીધે નહી,બલ્કે ચૂંટણી સમયે નર્મદાડેમના પાણીથી તળાવો ભરાયાં હતાં પરિણામે આજે ખેડૂતોએ ઉનાળુ પાકના વાવેતરથી વંચિત રહેવા મજબૂર થવુ પડયું છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે ઉદ્યોગોને અપાતા પાણી પર કાપ મૂકીને ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવા માંગ કરી છે.

ગુજરાતના ખેડૂતોને ઉનાળુ પાક માટે નર્મદાનું પાણી સિંચાઇ માટે આપવામાં આવશે નહી તેવા નર્મદા નિગમના નિર્ણય સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યાં છેકે, અગાઉ નર્મદા ડેમનુ પાણી સમુદ્રમાં વહી જતુ હતુ.હવે તો નર્મદાડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી પણ મળી ચૂકી છે. આ ઉપરાંત ૧૨૧.૯૨ મિટરે દર મહિને ૨ મિટર પાણી ઘટતુ હતુ જયારે હવે એક મહિનામાં ૫ મિટર પાણી ઘટયુ છે તેવો ઉલ્લેખ કરતાં કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું કે,પ્રજાના પૈસે તાયફા કરનાર ભાજપ સરકાર આયોજન પંચ મુજબ સમાંતર રીતે કેનાલ ન હોવાથી ખેડૂતોને પાણી મળી શકતુ નથી.૨૨ વર્ષ બાદ પણ કેનાલોનું કામ પૂર્ણ થઇ શક્યુ નથી.

ભાજપ સરકારે મોટાઉપાડે નર્મદા ઉત્સવ તો ઉજવ્યો પણ સત્તા પર આવ્યાના એક જ મહિના બાદ સરકારે નર્મદાના પાણી પર કાપ મૂકીને ખેડૂતો સાથે ઘોર અન્યાય કર્યો છ.
 

Post Comments