Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિદ્યાર્થીને યુનિક ID આપી એનરોલમેન્ટ અને પરીક્ષા સહિતની ફીથી રાહત અપાશે

- ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવી મેનેજમેન્ટ સીસ્ટમ શરૃ કરાશે

- રજિસ્ટ્રેશન નંબર જ એનરોલમેન્ટ અને પરીક્ષાથી લઈને ડિગ્રી સર્ટી સુધી એક રખાશે :વિદેશ જતા વિદ્યાર્થીઓ

અમદાવાદ,તા.13 જૂન 2018, બુધવાર

ગુજરાત યુનિવર્સિટીની આજે એકેડમિક કાઉન્સિલની મળેલી બેઠકમાં સર્વાનુમતે  યુનિ.મેનેજમેન્ટ સીસ્ટમ શરૃ કરીને વિદ્યાર્થીઓને યુનિક આઈડી નંબર વિવિધ ફીમાં ઘટાડો કરવાનો સૈધ્ધાંતિક નિર્ણય લેવાયો .જેને લીધે હવેથી વિદ્યાર્થીના નવા પ્રવેશ સમયના રજિસ્ટ્રેશન નંબરને જ એનરોલમેન્ટ તથા એક્ઝામ નંબર ગણીને ત્રણેયની જુદી જુદી લેવાતી ફીને એક કરાશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલ બીએ,બીકોમ,બીબીબીએ-બીસીએ તથા બીએસસી સહિતના યુજી કોર્સીસ અને એમએ,એમકોમ અને એમએસસી સહિતના પીજી કોર્સીસમાં નવા પ્રવેશ સમયે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરાવાય છે અને જે માટે ૧૨૫થી લઈને ૨૦૦ રૃપિયા સુધીની ફી લેવાય છે , આ ઉપરાંત વિદ્યાર્થીને કોલેજમાં  પ્રવેશ મળ્યા બાદ યુનિ.મા એન્ટર થવા માટેનું એક એનરોલમેન્ટ ફોર્મ ભરાવાય છે જે માટે પણ ફી લેવાય છે ત્યારબાદ સેમેસ્ટર પરીક્ષા સમયે પણ ફોર્મ ભરાવીને તે માટે પણ ફી લેવાય છે.જેથી વિદ્યાર્થીઓનો ડેટા પણ એક રહેતો નથી અને ફીનું ભારણ વધે છે.

જેેને લઈને યુનિ.દ્વારા હવે નવી કોમ્પ્યુટરાઈઝડ સેન્ટ્રલાઈઝડ મેનેજમેન્ટ સીસ્ટમ શરૃ કરવાનું નક્કી કરાયુ છે.જેમાં વિદ્યાર્થીનો પ્રવેશ સમયનો રજિસ્ટ્રેશન નંબર જ વિદ્યાર્થી ભણીને બહાર નીકળે અને ડિગ્રી મળે ત્યાં સુધી એક જ રહેશે.એનરોલમેન્ટ નંબરથી મંડી એક્ઝામ સમયે અપાતો સીટ નંબર પણ એક રહેશે અને એક યુનિક આઈડી નંબર પ્રવેથી લઈને છેલ્લે સુધી એક રહેશે. જેથી એનરોલમેન્ટ ફી અને પરીક્ષા ફી એક થઈ જતા ફીમાં રાહત મળશે.

આજની એકેડમિક કાઉન્સિલમાં આ ઉપરાંત યુજીસી પ્રમાણેના વિવિધ સીલેબસ રાખવા, એકેડમિક કેલેલન્ડરનો અમલ કરવા તેમજ પરીક્ષા પ્રણાલીમાં સુધારા કરવા સહિતના કેટલાક મુદ્દે ચર્ચા કરાઈ હતી અને નિર્ણયો કરાયાા હતા.આ ઉપરાંત વિદેશ જતા વિદ્યાર્થીને ડિગ્રી વેરિફિકેશન માટે અરજન્ટ ચાર્જમાં ૨૦૦૦ રૃપિયા ભરવા પડે છે જે ફી ઘટાડીને ૫૦૦ રૃપિયા કરાઈ છે.વધુમાં યુનિ.માં લાંબા ગાળાના આયોજન માટે અને એક નિશ્ચિત નીતિ નક્કી કરવા માટે ઓફિસ સ્ટ્રેટેજી માટે નિષ્ણાંતોની કમિટી રચવાનું નક્કી કરાયુ છે.

Post Comments