Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાયસિંગપુરામાં ભારતનું એક માત્ર પ્રાચીન પક્ષી મંદિર આવેલું છે

-સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા

-ગુજરાતીઓના પક્ષીપ્રેમની સાબિતી આપતું આ મંદિર ૧૫૦૦ વર્ષ જૂનું છે દેવી દેવતાઓના સ્થાને મોર,પોપટ અને અ

અમદાવાદ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

સામાન્ય રીતે દેવી દેવતાઓના મંદિર હોય છે પરંતુ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની નજીક રાયસિંગપુરા -રોડા ખાતે પક્ષી મંદિર આવેલું છે.

જે માત્ર ગુજરાત જ નહી સમ્રગ ભારતનું એક માત્ર પક્ષી મંદિર માનવામાં આવે છે. આમ તો દેવી દેવતાઓના વિવિધ પ્રકારના વાહનોમાં ગરુડ,હંસ,મોર જેવા પક્ષીઓ જોવા મળે છે, પરંતુ આ મંદિરમાં ધાતુઓની વિવિધ તકતીઓમાં પ્રાણીઓ અને મોર પોપટ જેવા પક્ષીઓના આકાર કોતરેલા છે.

આથી આ મંદિરને બર્ડ ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે. ઇતિહાસકારોનું માનવું છે કે આ પ્રાચીન મંદિરની સ્થાપત્ય શૈલીમાં ચૌલુક્ય શૈલીની બાંધકામકળા જોવા મળે છે. આ મંદિરના સ્થાપત્યમાં સ્તંભો,દરવાજા, કમાનો તેમજ દિવાલો ઉપર ઉપસાવેલી ભાતવાળી કિનારીઓ પરથી આ મંદિરનું નિર્માણ સાતમી અને નવમી સદી વચ્ચે થયું હોવાનું માનવામાં આવે છે.

આ અનોખું બર્ડ ટેમ્પલ ખંડેર હાલતમાં જોવા મળે છે

આ ટેમ્પલ પ્રાચીન સમયથી ગુજરાતીઓના પશુ પક્ષીપ્રેમની સાક્ષી પૂરે છે. રાઇસિંગપુરા રોડાના ટેમ્પલ તરીકે ઓળખાતા કુલ સાત જેટલા મંદિરો ખંડેર હાલતમાં છે.

આ મંદિરના ચણતરમાં કયાંય ચૂનો કે અન્ય પદાર્થનો ઉપયોગ થયો નથી.માત્ર પથ્થરને વિશિષ્ટ રીતે ઘડીને એક બીજામાં જડી દેવામાં આવ્યા છે. જેમાં આ મંદિરોના સમૂહમાં જ એક પક્ષી મંદિર આવેલું છે. પક્ષી મંદિરની પાસે  શિવ મંદિર અને તેના થોડા અંતરે વિષ્ણુ મંદિર આવેલું છે.

મંદિરના આગળના ભાગે આવેલા  કુંડની ચારે ખૂણે અન્ય મંદિરો છે. કુંડની અંદરના મંદિરોમાં એક ખૂણે વિષ્ણુ ભગવાનની મૂર્તિ અને બીજા ખૂણે માતાજીની મૂર્તિઓ છે. તેની સામે છેડે ગણપતિની મોટી મૂર્તિ અને નવગ્રહ મંદિર પણ છે. એવું માનવામાં આવે છે કે કુલ ૧૨૫ જેટલા મંદિરો હતા જેનો કાળક્રમે નાશ થયો હતો. રોડાના આ સાત મંદિરો સાતમી સદીના હોવાનું મનાય છે તેના મંદિર સમૂહોમાંનું જ એક પક્ષી મંદિર પણ છે.

Post Comments