Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

HUF કરદાતાઓ માટેનું ઓનલાઈન ફોર્મ લોન્ચ કરાયું

- પગારદારોએ જુદા જુદા હેડ હેઠળ મળતા પગારની વિગતો આપવી પડશે

- બાકીના કરદાતાઓ માટે રિટર્નનાં ચાર અલગ ફોર્મ ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.15 મે, 2018, મંગળવાર

વ્યાજની આવક ધરાવતા અને પગારદાર કર્મચારીઓ માટેના રિટર્નની ઓનલાઈન યુટીલિટી ઈ-પોર્ટલ પર મૂકી દીધા પછી આજે કેપિટલ ગેઈનના રિટર્ન ફાઈલ કરતાં કરદાતાઓ માટેની યુટીલિટી ઓનલાઈન ઇ-પોર્ટલ પર મૂકી દેવામાં આવી છે. ૨૦૧૮-૧૯ના વર્ષ માટેની આ યુટિલિટી હોવાનું આવકવેરા ખાતાએ આજે જાહેરાત કરી છે.

વ્યવસાય કે બિઝનેસમાંથી થયેલા લાભ સિવાયના કોઈ સ્રોતમાંથી આવક ધરાવતા હિન્દુ અવિભાજિત પરિવારના અને વ્યક્તિગત કરદાતાઓએ આઈટીઆર-૨ ફાઈલ કરવાનું હોય છે. નોન રેસિડન્ટ ઇન્ડિયન્સે પણ આ જ રિટર્ન ફાઈલ કરવાનું હોય છે.

આ અગાઉ આવકવેરા ખાતાએ આઈટીઆર ૧ (સહજ) અને આઈટીઆર-૪ લોન્ચ કરી દીધું છે. આઈટીઆર-૪ દસમી મેએ લોન્ચ કર્યું હતું. હજી ચાર જુદા જુદા આઈટીઆરની યુટીલિટી ઓનલાઈન ઇ-પોર્ટલ પર મૂકવાની બાકી છે. બાકીના ચાર આઈટીઆર પણ ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે, એમ આવકવેરા ખાતાએ આજે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

આઈટીઆર-૧નો ઉપયોગ બહુધા પગારની આવક ધરાવતા વ્યક્તિઓ જ ઉપયોગ કરે છે. વાર્ષિક રૃા. ૫૦ લાખ સુધીની આવક ધરાવનારા કરદાતાઓ તેનો ઉપયોગ કરે છે. એક જ ઘર ધરાવતી વ્યક્તિઓ અને વ્યાજની વધારાની આવક ધરાવતા કરદાતાઓ પણ આ જ રિટર્ન ફાઈલ કરે છે. ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજની આવક ધરાવનારા કરદાતાઓને આ રિટર્ન ફાઈલ કરે છે.

આઈટીઆર-૪ સ્વરોજગાર મેળવતા યુવાનો અને પ્રોફેશનલ્સ ફાઈલ કરે છે. તેમણે પ્રીઝમ્પ્ટીવ ઇન્કમ સ્કીમનો ઉપયોગ કરેલો હોય છે. ઇન્કમટેક્સ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન નામની આવકવેરા ખાતાની વેબસાઈટ પર આ ફોર્મ ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે.

આકારણી વર્ષ ૨૦૧૮-૧૯ માટે એટલે કે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે આ ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ફોર્મમાં પગારદાર કરદાતાઓને તેમને જુદા જુદા હેડ હેઠળ મળતા પગારની વિગતો આપવાની ફરજ પાડવામાં આવી છે. તેવી જ રીતે વેપારીઓન તેમના જીએસટી નંબર અને ટર્નઓવરની વિગતો પણ તેમાં આપવાની ફરજ પાડવામાં આવી છે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસનું કહેવું છે કે નવા બહાર પાડવામાં આવેલા ફોર્મમાં કેટલાક ખાનાઓમાં સરળતાથી વિગતો ભરી શકાય તે રીતે તેમાં સુધારા કરવામાં આવ્યા છે. જોકે આઈટીઆર ફાઈલ કરવાની પદ્ધતિમાં કોઈ જ ફેરફાર કરવામાં ન આવ્યો હોવાનું આવકવેરા ખાતાએ જણાવ્યું છે. તમામ કરદાતાઓએ હવે તેમના રિટર્ન ઓનલાઈન જ ફાઈલ કરવાના છે.

Post Comments