ગુજરાતમાં પણ 'પદ્માવતી' ફિલ્મને સરકાર રીલિઝ થવા દેશે નહીં
-રાજપૂત સમાજનો વિરોધ હોઈ
-અગાઉ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાને પણ મંજૂરી નહી આપવાનું કહ્યું હતું
અમદાવાદ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર
રીલિઝ થયા પહેલાં જ દેશભરમાં ખૂબ જ વિવાદાસ્પદ બની ગયેલી હિન્દી ફિલ્મ 'પદ્માવતી'ને ગુજરાત સરકાર ગુજરાતમાં રીલિઝ થવા દેશે કે કેમ ? તે પ્રશ્ન પર શુક્રવારે પૂર્ણવિરામ મૂકાઈ ગયો હતો. કેમ કે, મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જાહેર કર્યું છે કે, રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે તેમજ તેમનો વિરોધ ચાલુ હોવાથી સરકાર 'પદ્માવતી' ફિલ્મના રીલિઝની મંજૂરી આપશે નહિ !
જો કે, ચૂંટણી અગાઉ જ આ ફિલ્મને ખૂબ જ ભારે વિરોધ થયો હતો. દેશના વિવિધ રાજ્યોના મોટા શહેરોમાં ફિલ્મના વિરોધ સાથે પ્રદર્શનો દેખાવો અને ઘરણાં થયા હતા. એ સમયે પણ મુખ્યમંત્રી રૃપાણીએ સત્તાવાર જાહેરાત કરી હતી કે ચૂંટણી સંપન્ન થયા બાદ પણ ગુજરાતમાં પદ્માવતી ફિલ્મને રીલિઝ કરવાની મંજૂરી નહિ મળે. જ્યાં સુધી રાજપૂત સમાજની લાગણી દુભાયેલી રહેશે ત્યાં સુધી તેને મંજૂરી નહિ મળે.
બીજી બાજુ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાને પણ પદ્માવતીને રીલિઝ નહી થવા દેવાનું નક્કી કર્યું છે. ત્યારે મુખ્યમંત્રીએ શુક્રવારે ફરીથી અગાઉની પોતાની વાત દોહરાવી હતી કે ગુજરાતમાં પદ્માવતીને રીલિઝ થવા દેવામાં નહી આવે.
Post Comments
IPLની સામે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનો '૧૦૦ બોલ મેચ'નો અનોખો પ્રયોગ
યોકોવિચનું કંગાળ ફોર્મ જારી : થિએમ સામે પ્રિ- ક્વાર્ટર ફાઈનલમાં હાર્યો
ક્રિસ ગેલનો ઝંઝાવાત : ૫૮ બોલમાં IPL કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી
યુકી ભામ્બ્રી ફ્રેન્ચ ઓપનના મેઈન ડ્રોમાં
આજે પૂણેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો
બાંગ્લાદેશના છ ક્રિકેટરોને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ન અપાયો : પગાર વધારો પણ સ્થગિત
બેડમિંટનના વર્લ્ડ રેન્કિંગમાં ભારતના કિદામ્બી શ્રીકાંતે ટોચનું સ્થાન ગુમાવ્યું
પાક. અભિનેતા અલી ઝફર પર ગાયિકા મિશાનો જાતીય શોષણનો આરોપ
અભિષેક બચ્ચનને 'કમબેક' ફિલ્મનો લુક ફળ્યો
છેલ્લી ફિલ્મની સફળતા પછી પણ દિશા પટણીનો ભાવ નથી પૂછાતો
આશુતોષ પાણીપત માટે ભવ્ય સેટ તૈયાર કરાવશે
૭૧મા કાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં સર ફિલ્મ રજૂ થશે
સોનાક્ષી કરતાં મૌનીનો રોલ મોટ્ટો નથી
ભાવેશ જોશી સુપરહીરોનું ટીઝર રિલિઝ થયું
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News