Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિંદુઓ મામલે ભાજપ સરકારના ચાવવાના-બતાવવાના દાંત અલગ છે : પ્રવીણ તોગડિયા

- પ્રવીણ તોગડિયાએ VHPમાંથી વિદાય બાદ VHPના કાર્યાલયમાં જ બેઠકો યોજી !

- નરેન્દ્રભાઇએ ગૌ રક્ષકોને ગુંડા ગણાવ્યા હતા : કાશ્મીરમાં પથ્થર ફેંકનારા પરના કેસ પાછા ખેંચાવવા આંચક

અમદાવાદ, તા. 15 એપ્રિલ, 2018, રવિવાર

૨૦૦૨ના ગોધરા કાંડ બાદ જે પ્રકારની ઘટનાઓ સર્જાવવા લાગી ત્યારથી આ સરકાર સામે મારું અંતર વધવા લાગ્યું હતું. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઇને પૂરો ટેકો જાહેર કર્યો હતો. પરંતુ તેમણે અમારા ગૌરક્ષકોને ગુંડા ગણાવ્યા હતા તેમ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયાએ આજે અમદાવાદ ખાતે જણાવ્યું છે.

વિશ્વ હિંદુ પરિષદમાંથી રૃખસદ થઇ હોવા છતાં પ્રવીણ તોગડિયાએ આજે અમદાવાદ ખાતે વીએચપીના કાર્યાલયમાં જ બેઠકનો દોર શરૃ કર્યો હતો. જેમાં તેમણે ભાજપને ભીંસમાં લેવાની આગામી રણનીતિ અંગે વીએચપી-ગુજરાત પાંખના કાર્યકારો સાથે મસલત કરી હતી. પ્રવીણ તોગડિયાએ આજે જણાવ્યું હતું કે, 'હું હવે વીએચપી સાથે જોડાયેલો નથી. પરંતુ હિંદુઓના ઉત્કર્ષ માટે મારી લડાઇ જારી રહેશે. હિંદુઓની લાંબા સમયની માગણીને પૂરી થાય તે માટે હું મંગળવારથી અનિશ્ચિત સમયના ઉપવાસ પર ઉતરવાનો છું.

છેલ્લા ચાર વર્ષથી આ સરકારના વલણથી તેમના પર મારું મન ઉઠી ગયું હતું. અલબત્ત, ૨૦૦૨ના વર્ષથી જ આ સરકારનું હિંદુઓ પ્રત્યે નિરાશાજનક વલણ સ્પષ્ટ થવા લાગ્યું હતું. ગોધરાકાંડ વખતે નરેન્દ્રભાઇ મુખ્યમંત્રી હોવા છતાં પોલીસ ગોળીબારમાં અનેક હિંદુઓના કેવી રીતે મોત થયા તે વાત મારે ગળે ઉતરતી નથી. ગોધરા કાંડ બાદ અનેક હિંદુઓ સામે કેસ દાખલ કરાયા અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.

૨૦૧૪માં નરેન્દ્રભાઇએ ગૌરક્ષકને ગુંડા ગણાવ્યા હતા. તેમના આ નિવેદન બાદ જ ઝારખંડમાં ૧૧ ગૌ રક્ષકોને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. કોંગ્રેસ સરકારના શાસન વખતે પણ આવા દિવસો જોવાની નોબત આવી નહોતી.

પાકિસ્તાનને સમર્થન આપનારા અને સેના પર પથ્થરમારો કરનનારા પરના કેસ પણ આ સરકારે પરત ખેંચી લીધા છે. આ સરકાર પાકિસ્તાનને ટેકો આપનારાને પણ છાવરે છે તે જોઇને આંચકો લાગ્યો હતો.અયોધ્યામાં રામ મંદિર, ગૌ હત્યા પર આજીવન પ્રતિબંધ, કોમન સિવીલ કોડ, કાશ્મિરી પંડિતના પુન:વસનની પડતર માગણીઓ માટે હું આમરણાંત ઉપવાસ પર ઉતરવાનો છું. હિંદુઓના હક સમાન આ  માગણીઓ મામલે ચૂપ રહેવા માટે છ મહિનાથી મારા પર દબાણ કરવામાં આવી રહ્યું હતું.

જે હિંદુને ટેકો આપે તેને અમારો સાથ : VHP
વિશ્વ હિંદુ પરિષદ-ગુજરાતના પ્રમુખ રણછોડ ભરવાડે જણાવ્યું હતું કે, 'જે પણ વ્યક્તિ હિંદુઓના હિત માટે લડશે તેને અમારો હંમેશાં ટેકો રહેશે. અમારા માટે હિંદુઓનું હિત જ અગ્રતા ધરાવે છે. આ કારણે મંગળવારથી શરૃ થતાં પ્રવીણ તોગડિયાના આમરણાંત ઉપવાસને પણ અમે પૂરો ટેકો જાહેર કરીએ છીએ. '


મંગળવારથી પ્રવીણ તોગડિયાના અમદાવાદમાં આમરણાંત ઉપવાસ
પ્રવીણ તોગડિયા આમરણાંત ઉપવાસના બહાને 'શક્તિ પ્રદર્શન' કરશે
વીએચપીના એક  હજારથી વધુ કાર્યકરો, સાધુ- સંતો પણ તોગડિયા સાથે આમરણ ઉપવાસમાં જોડાશે

અમદાવાદ, તા. 15 એપ્રિલ, 2018, રવિવાર
વિશ્વ હિંદુ પરિષદમાંથી એકડો નીકળી ગયા બાદ પ્રવીણ તોગડિયા અને તેમના જૂથે ભાજપ સામે બાંયો ચઢાવી દીધી છે. અમદાવાદ ખાતે મંગળવારથી પ્રવીણ તોગડિયા આમરણાંત ઉપવાસ પર બેસવાના છે અને જેમાં તેમની સાથે વિશ્વ હિંદુ પરિષદ-ગુજરાત પાંખના પદાધિકારી, સંતો પણ જોડાવવાના છે.
પ્રવીણ તોગડિયા આરટીઓ પાસે આવેલા બત્રિસી સમાજની વાડીની બહાર સવારે ૧૦થી પોતાના અચોક્કસ મુદ્દતના ઉપવાસ-ધરણા શરૃ કરવાના છે.  પ્રવીણ તોગડિયાને જે રીતે વિદાય આપવામાં આવી તેનાથી વીએચપી-ગુજરાતના ૯૦ ટકાથી વધુ કાર્યકરોમાં નારાજગી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારથી પ્રવીણ તોગડિયા સાથે અનિશ્ચિત સમયના ધરણામાં કોણ-કોણ જોડાશે તેની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. હાલની સ્થિતિ અનુસાર પ્રવીણ તોગડિયા સાથે પ્રારંભે ૧૫૦૦થી કાર્યકરો  અનિશ્ચિત સમયના ધરણામાં જોડાશે. આ પૈકી કેટલાક પ્રવીણ તોગડિયાને ટેકો આપવા માટે  પ્રતિક ઉપવાસ પણ કરશે. પ્રવીણ તોગડિયાએ આમરણાંત ઉપવાસ માટે રામમંદિર, જમ્મુ કાશ્મીરના પંડિતોનું  પુન:વસન, ખેડૂતો, રોજગારી જેવા કારણો ભલે દર્શાવ્યા હોય પરંતુ તેમનો મુખ્ય લક્ષ્યાંક  ભાજપ સામે  શક્તિ પ્રદર્શન કરવાના છે.

Post Comments