Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સરકાર ગૃહમાં તપાસ પંચનો અહેવાલ મૂકવા માગતી જ નથી

-વચનો આપો છો, પાણી તો આપતા નથી

-કોંગ્રેસમાથી ભાજપમાં ગયેલા રાઘવજી પટેલે એક સમયે સરકારને ભીંસમાં લીધી હતી

અમદાવાદ, તા.7 ડિસેમ્બર 2017,ગુરૃવાર

કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં ગયેલા અને જામનગર ગ્રામ્યની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા રાઘવજી પટેલે વિધાનસભા ગૃહની અંદર સરકારને અવારનવાર વિવિધ મુદ્દે ભીંસમાં લીધી હતી. જેમાં ગૃહમાં તપાસ પંચનો અહેવાલ, પીવાના પાણીની, ખેડૂતોની સમસ્યાઓ વગેરેનો સમાવેશ થાય છે.

ભૂતકાળમાં અનેક વખત પોતાના મત વિસ્તારના નાગરિકોના સરકારે કોઈ કામ ન કર્યાનો આક્ષેપ રાઘવજીએ કર્યો હતો. ગૃહની અંદર સરકાર સામે હંમેશા ખૂબ જ આક્રમક રીતે અને હાથ ઊંચા કરી કરીને સરકારની નીતિરીતિની આકરી ઝાટકણી કાઢી હતી. જેમાં તેઓએ એવું કહ્યું હતું કે, સરકાર દ્વારા પાણી પૂરું પાડવા સહિતના અનેક વચનો અપાયા છે જે પૂરા થતા નથી.

નર્મદાનું પાણી પૂરું પાડવાના એક પ્રશ્ન માટે તેઓએ છેલ્લે મળેલા ગૃહમાં ૭ મિનિટ લીધી હતી. જેથી અધ્યક્ષે પણ તેમને ખખડાવ્યા હતા. ઉપરાંત તેઓએ ગૃહમાં સરકારને ભીંસમાં લેતા કહ્યું હતું કે, સરકાર તપાસ પંચનો અહેવાલ ગૃહમાં મૂકતી જ નથી.

આજ સુધીના તમામ પંચના રિપોર્ટ રજૂ કરાયા નથી. તેનો એક્શન ટેકન રિપોર્ટ પણ છ મહિનામાં રજૂ કરાવો જોઈએ એ કામગીરી પણ થઈ નથી. પોતાની બંધારણીય ફરજો બજાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે.

Post Comments