Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહિલા શિક્ષિકાઓને શાળામાં સલવાર કમીઝ પહેરવા સરકાર છૂટ આપે

-પંજાબી ડ્રેસ પહેરતી શિક્ષિકાઓને નોટિસો

-પ્રાથમિક શાળાઓમાં ફરજિયાત સાડી પહેરવાના દૂરાગ્રહને પગલે શિક્ષિકાઓને પ્રાર્થના-યોગ વગેરેમાં મુશ્કેલી

અમદાવાદ, તા.11 ઓકટોબર 2017,બુધવાર

એક બાજુ સરકારનો શિક્ષણ વિભાગ સ્માર્ટ સિટી, ડીજિટલ કલાસ રૃમોની વાતો કરે છે. તો બીજી બાજુ મહિલા શિક્ષિકાઓ સાથે ૧૦૦ વર્ષ પહેલાની સ્થિતિ હોય તેવી સ્થિતિ છે. જેમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં મહિલા શિક્ષિકાઓને ફરજીયાત રીતે સાડી પહેરવાનો જ દૂરાગ્રહ રાખી ફરજ પણ પાડવામાં આવી રહી છે. પંજાબી ડ્રેસ પહેરીને શાળામાં આવતી શિક્ષિકાઓ સામે કાર્યવાહી કરાય છે.

પ્રાથમિક શાલાઓમાં લગભગ અઢી લાખ જેટલા ટીચરો છે. જેમાંથી અંદાજે ૬૦ થી ૭૦ ટકા મહિલાઓ છે. આ મહિલા શિક્ષિકાઓને શાળાની અંદર રોજ પ્રાર્થના, યોગ, કસરત કરાવવી વગેરે જેવા કાર્યક્રમોની જવાબદારી સોંપેલી હોય છે. ઉપરાંત સરકારનો 'પ્રજ્ઞાા' પ્રોજેક્ટ પણ ૬૦ ટકા શાળાઓમાં ચાલે છે. જયાં પણ શિક્ષિકાઓએ બાળકોની વચ્ચે બેસીને રમતો જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવાની હોય છે.

શિક્ષિકાઓને શાળાઓમાં પંજાબી ડ્રેસ નહીં પણ સાડી પહેરીને આવવાનું ફરમાન થયેલું છે. આશ્ચર્યની વાત એ છે કે સરકાર કે શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો કોઇ પરિપત્ર પણ થયો નથી. છતાં કહેવાતી સ્વયંશિસ્તને નામે અને દાદાગીરી કરવા શિક્ષિકાઓને સાડી પહેરવાની ફરજ પાડવામાં આવે છે.

તાજેતરમાં જ નવી નિમણૂક થયેલી યુવાન બહેનો પંજાબી ડ્રેસ પહેરીને આવતા સત્તાવાળાઓએ તેમને નોટિસ પાઠવી કાર્યવાહી કરી હતી. આ અંગે મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ વિભાગના મહિલા અગ્ર સચિવ વગેરેને લેખિતમાં રજૂઆત કરાઇ છે કે, શિક્ષિકાઓને શાળાઓમાં ફરજીયાત સાડી પહેરીને આવવાના ફતવાને રદ કરો. તેમજ શિક્ષિકાઓને સલવાર-કમીઝ, દુપટ્ટો પહેરીને શાળામાં આવવાની છૂટ આપો.

અત્રે નોંધનીય છે કે, ૧૪મી ઓકટોબરે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ દ્વારા મહિલાઓની વિવિધ સમસ્યાઓ માટે ટાઉન હોલ કાર્યક્રમ થવાનો હોઇ, અનેક શિક્ષિકાઓ દ્વારા તેમની આ સમસ્યાની પણ રજૂઆત કરાશે. આવી શિક્ષિકાઓનું કહેવું છે કે ખુદ એક મહિલા મુખ્યમંત્રી, મહિલા સાંસદ કે ધારાસભ્ય ડ્રેસ પહેરીને સંસદ-વિધાનસભામાં આવી શકતી હોય તો અમારો શું વાંક ?

Post Comments