Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગોલ્ડ મેડલ માટેનું દાન ૧ લાખથી વધારીને ૩ લાખ રૂપિયા કરાયું

- ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોન્વોકેશનમાં અપાતા

- ઈજનરી-ફાર્મસીના ૨૫૦ ગોલ્ડ મેડલમાં દાતાઓને બોલાવી વિકલ્પો શોધાશે અથવા જીટીયુને સોંપી દેવાશે

અમદાવાદ,તા.13 જૂન 2018, બુધવાર

ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે અપાતા વિવિધ વિષયવાર અને કોર્સવાર ગોલ્ડ મેડલ માટેનું દાન ૧ લાખથી વધારીને ૩ લાખ રૃપિયા કરાયુ છે.આ ઉપરાંત ઈજનેરી ફાર્મસીની બ્રાંચ ગુજરાત યુનિ.માં બંધ થતા તેના ૨૫૦ જેટલા મેડલ માટે દાતાઓની બોલાવી મેડલ યુનિ.ની બ્રાંચો માટે ટ્રાન્સફર કરાશે અથવા બંધ કરાશે અથવા તો પછી જીટીયુને પરત કરાશે.

યુનિ.એ કરેલા નિર્ણય મુજબ હવેથી કોઈ પણ વિષયમા ંકે કોર્સમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને મેડલ આપવા માટે દાતાએ ૧ લાખને બદલે ૩ લાખનું દાન આપવુ પડશે.જ્યારે ૨૦૦૮ પહેલા ગુજરાત યુનિ.મા ઈજનેરી અને ફાર્મસી સહિતની ટેકનિકલ બ્રાંચ હતી જે હવે બંધ થઈ ગઈ છે અને જીટીયુમાં જતી રહી છે ત્યારે આ બ્રાંચોમાં અગાઉ દાતાઓએ આપેલા દાનમાંથી ૨૫૦ મેડલ અપાતા હતા જે હવે ન અપતા હોવાથી બંધ કરાશે અથવા તો જીટીયુને આપી દેવાશે.કુલપતિનું કહેવુ છે કે ટેકનિકલ બ્રાંચમાં વર્ષો પહેલા ૫૦૦૦ના દાન સાથે મેડલ અપાતા હતા  જેથી આ મેડલોના દાતાઓને બોલાવી દાનને ગુજરાત યુનિ.ની અન્ય બ્રાંચ માટે ટ્રાન્સફર કરવા અને અન્ય વિષયમાં કે કોર્સમાં મેડલ આપવા માટે પ્રસ્તાવ મુકાશે.જે મેડલ માટે દાતાની સહમતિ નહી મળે તેને જીટીયુને અપાશે અને જીટીયુ તેની બોર્ડ મીટિંગ મંજૂરી લઈને યુનિ.પાસેથી દાન અને મેડલ લઈ લેશે.જો કે જીટીયુ પણ સહમત ન થાય તો દાન દાતાઓને પરત કરી મેડલ બંધ કરાશે.
 

Post Comments