Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પબ્લિક ડીલિંગ વિભાગોના કામોનું મુખ્યમંત્રી સીધું મોનિટરિંગ કરશે

- મુખ્યમંત્રી બંગલેથી CM ડેશબોર્ડ દ્વારા

- તમામ ૩૩ જિલ્લાના ૨૬ વિભાગો- પેટા વિભાગોના વિવિધ ૧૭૦૦ મુદ્દાઓનો સમાવેશ

અમદાવાદ, તા.13 જૂન 2018, બુધવાર

સામાન્ય જનતાના કલેક્ટર, કોર્પોરેશન, જિલ્લા- તાલુકા પંચાયત અને આરોગ્ય તથા શિક્ષણના નાના- મોટા કામો ઝડપથી થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ઇન્ટરનલ મોનિટરિંગ સિસ્ટમ શરૃ કરાવી છે. ગાંધીનગરના મુખ્યમંત્રીના બંગલેથી સીએમ ડેશબોર્ડ દ્વારા પબ્લિક ડિલિંગ વિભાગોમાં કામો કેટલા પેન્ડિંગ છે, કેટલો સમયથી કામો નથી થતા તેની જાણકારી મેળવાશે રાજ્યના તમામ ૩૩ જિલ્લાના કુલ ૨૬ વિભાગો અને તેના પેટાવિભાગોનો સમાવેશ કરાયો છે.

આ અંગે બુધવારે સવારે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ પોતાની આઇ.ટી. ટીમ સાથે મીડિયા કર્મચારીઓ સમક્ષ ડેશબોર્ડ કઈ રીતે કાર્ય કરે છે તેનું પ્રેઝન્ટેશન અને વિવરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બધા જ જિલ્લા કલેક્ટરો, ડીડીઓ અને એસપીને દર મહિને ૮થી ૧૦ મુદ્દાઓ 'ફોકસ પોઇન્ટ' તરીકે આપીને એ વિષયોમાં તેમના જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરાશે. જેને કારણે તંદુરસ્ત હરિફાઈ થશે તેમજ અધિકારીઓ તથા જે- તે ડીપાર્ટમેન્ટની કાર્યદક્ષતા કેટલી છે તેની જાણ થશે. આ ડેશબોર્ડમાં હાલમાં ૧૭૦૦ જેટલા પેરામીટર્સ અને ઇન્ડીકેટર્સ સમાવાયા છે. જુલાઈના અંત સુધીમાં આ ડેશબોર્ડ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે.

સ્ક્રીન પરથી જ કયા અધિકારી કેટલું અને કેવી રીતે કામ કરે છે તેની ખબર પડી જશે. ખાસ કરીને મહેસુલના ઇ-ધરામાં એન્ટ્રી માટે કેટલી અરજીઓ કેટલા દિવસની પેન્ડિંગ છે તે જોવાશે ૯૦ દિવસ પછી કોઈ પણ એન્ટ્રી પેન્ડિંગ રહેવી જોઈએ નહી તેવી સૂચના અપાશે.

Post Comments