Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૫૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટોનો મુખ્યમંત્રી દ્વારા થઈરહેલો રિવ્યુ

-વર્ષ ૨૦૧૩, ૧૫ અને ૧૭ના વાયબ્રન્ટમાં MOU થયા હતા

-અગાઉ બે બેઠક બાદ હવે ત્રીજી રિવ્યુ બેઠક મળશે

અમદાવાદ, તા.12 જુલાઇ 2018,ગુરૃવાર

ગુજરાતમાં મહત્તમ રોકાણો આવે અને યુવાનોને રોજગારી મળે તેમજ રાજ્યનો વિકાસ ઝડપી બને તે માટે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ રૃ. ૫૦૦ કરોડ કે તેનાથી વધુની રકમનાં પ્રોજેક્ટોનો ઝડપથી અમલ કરવા માટે રીવ્યૂ શરૃ કર્યો છે.

અગાઉ ઉદ્યોગ ખાતાનાં ટોચના અધિકારીઓ તેમજ રોકાણકાર કે ઉદ્યોગપતિ સાથે બે બેઠક કર્યા બાદ હવે આગામી દિવસોમાં મુખ્યમંત્રી ત્રીજી રીવ્યુ બેઠક યોજવાના છે. પ્રોજેક્ટના અમલીકરણને આડે આવી રહેલી સમસ્યાઓ દૂર કરવાના આદેશ પણ મુખ્યમંત્રીએ આપી દીધા છે.

ઉદ્યોગખાતાના સૂત્રો જણાવે છે કે ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૧૭માં યોજાયેલી વાયબ્રન્ટ સમિટમાં જે કોઈ મોટા એમઓયુ થયા હતા તેવા તમામ કરારનો વાસ્તવિક અમલ કરવા માટેનાં પ્રયાસો શરૃ થયા છે. છેલ્લી ત્રણ સમિટમાં રૃપિયા ૫૦૦ કરોડથી વધુમાં કરાયેલા એમઓયુમાંથી ૧૭૧ એમઓયુનો અમલ થઈ ગયો છે એટલે કે આટલુ રોકાણ ગુજરાતમાં થઈ ગયું છે.


પરંતુ હજુ ૫૦૦ કરોડથી વધુનાં ૧૪૪ જેટલા એવા મોટા પ્રોજેક્ટો છે કે જેનો સંપૂર્ણ અમલ થઈ શક્યો નથી. નાની-મોટી મંજૂરીને અભાવે કે  પછી અન્ય કોઈ સરકારી ટેકનિકલ ખામીને કારણે આવા પ્રોજેક્ટો લટકી પડેલા છે.


મુખ્યમંત્રી વિજય રૃપાણી દ્વારા આવા વિશાળ પ્રોજેક્ટોનો ખૂબ જ ઝડપથી અમલ થાય તે માટે તેમાં આવી રહેલી સમસ્યાઓને સમજવા અને તેને દૂર કરવા રીવ્યુ બેઠકનો દૌર ચલાવ્યો છે. આવી બેઠકમાં મુખ્યમંત્રીએ જે-તે વિભાગનાં અગ્ર સચિવને જે-તે મુશ્કેલીઓને ચોક્કસ સમયમર્યાદામાં દૂર કરવાની સૂચનાઓ આપી હતી. તેમાંથી ખરેખર અધિકારીએ કેટલી સમસ્યા દૂર કરી તેનો હિસાબ પણ આવતી મીટીંગમાં મુખ્યમંત્રી લેશે.


આ મીટીંગમાં મુખ્ય સચિવ જે. એન. સિંહ, ઉદ્યોગખાતાના સચિવો, જે-તે વિભાગના સચિવો અને એમઓયુ કરનારા ઉદ્યોગપતિઓને હાજર રાખવામાં આવે છે. આવી મીટીંગો બ-બે કલાક કે તેનાથી વધુ સમય ચાલતી હોય છે. જે ૧૪૪ એમઓયુનો અમલ કરવાનાં પ્રયત્નો થઈ રહ્યા છે તેમાં સ્ટીલ, પાવર, ટુરીઝમ, એગ્રો, ફાર્માસ્યુટીકલ્સ, એજ્યુકેશન જેવા જુદા જુદા સેકટરનો સમાવેશ થાય છે.


લોકસભાની ચૂંટણી પહેલા આવા અનેક પ્રોજેક્ટોને કાર્યાન્વીત કરી દેવા માટે વહીવટી તંત્રએ પણ કમર કસી છે.

Post Comments