Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

14મી જુલાઇએ ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા નિર્વિઘ્ને પાર પાડવા પોલીસની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

- અર્ધ લશ્કરી દળ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 20 હજારથી વધુ પોલીસ જવાનો ખડે પગે રહેશે

અમદાવાદ, તા.11 જુલાઈ 2018, બુધવાર

ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રા શાંતિપુર્ણ અને નિર્વિઘ્ને પાર પાડવા પોલીસે તડામાર તૈયારી કરી છે.

રથયાત્રાના બંદોબસ્તમાં ઊચ્ચ પોલીસ અધિકારીઓ, અર્ધ લશ્કરી દળો અને એસઆરપી સહિત ૨૦ હજારથી વધુ પોલીસ ફરજ બજાવશે.

ઈઝરાયલી ડ્રોન કેમેરા ઊપરાંત ૧૫૦ જેટલા સીસીટીવી કેમેરા રથયાત્રાના રૃટ પર બાજ નજર રાખશે. પોલીસે અગમચેતીના ભાગ રૃપે અસંખ્ય અસામાજીક તત્વો વિરૃધ્ધ કાર્યવાહી કરી છે. કોમી એખલાસનું વાતાવરણ ન ડહોળાય તે માટે અનેક મહોલ્લા મિટીંગો કરી છે.

રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવો ન બને અને ભક્તો શાતિપુર્ણ માહોલમાં રથયાત્રા નિહાળી શકે તે માટે પોલીસે સંખ્યાબળ વધાર્યું છે.

ઉપરાંત સીસીટીવી કેમેરાની સંખ્યા વધારી છે અને પોલીસ કમિશનર એ.કે.સિંઘના માર્ગદર્શન મુજબ નક્કી કરેલી જગ્યાઓ પર સીસીટીવી ગોઠવવામાં આવ્યા છે. જેથી રથયાત્રાના રૃટ પર બારીકાઈથી ધ્યાન રાખી શકાય અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક તેનું નિવારણ કરી શકાય.

તે સિવાય અંદાજે ૫૦૦ સ્વયંસેવકો તૈયાર કરવામાં આવ્યા છે અને મહોલ્લા મિટીંગો કરીને લોકોમાં વિશ્વાસ પેદા થાય તેવું વાતાવરણ ઊભુ કરવામાં આવ્યું છે.

શહેરના શાહપુર, દરિયાપુર, શહેરકોટડા અને સરસપુર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વધુ બંદોબસ્ત સાથે ખાસ નજર રાખવામાં આવશે, એમ પોલીસે કહ્યું હતું. બંદોબસ્તને ૧૨ સેક્ટર, ૨૬ રેન્જ, ૫૪ એરિયા અને ૧૩૬ સબ એરિયામાં વિભાજીત કરવામાં આવ્યો છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ,અર્ધલશ્કરી બળો સહિત પોલીસ કર્મચારીઓની સંખ્યા

૧.

પોલીસ કમિશનર

૨.

સ્પે.પોલીસ કમિશનર

૩.

આઈજી,ડીઆઈજીપી

૪.

૩૧

એસ.પી

૫.

૮૮

એસીપી

૬.

૨૫૩

પી.આઈ.

૭.

૮૧૯

પી.એસ.આઈ.

૮.

૨૨

એસઆરપી કંપની

૯.

૨૫

અર્ધલશ્કરી દળો

૧૦.

ટીમ ચેતક કમાન્ડો

૧૧.

૫૪૦૦

હોમગાર્ડ્ઝ

૧૨.

૧૦

ટીમ બીડીડીએસ

૧૩.

૩૦

ક્યુઆરટી ટીમ

૧૪.

ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ ફોર્સ

૧૫.

૧૪૨૭૦

હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ,મહિલા પોલીસ કોન્સ્ટેબલ

પ્રેમદરવાજાથી રથયાત્રા નિહાળવા પોલીસની અપીલ

દિલ્હી ચકલાથી શાહપુર દરવાજા દરમિયાન મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ચાલતી હોવાથી પોલીસે લોકોને પ્રેમદરવાજા અને કાલુપુરમાં રથયાત્રા નિહાળવા અપીલ કરી છે.

ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ ફોર્સ સંવેદનશીલ વિસ્તારમાં રહેશે

હિમાલયના પહોડો અને બોર્ડરની સિક્યુરિટી માટે ૧૯૬૫ ના યુધ્ધ પઠી બનાવવામાં આવેલી ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ ફોર્સ (આઈટીબીપી)ની ત્રણ કંપની બોલાવવામાં આવી છે. જે મુવિંગ બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં ફરજ બજાવશે.

99 જગ્યા પર 150 CCTVથી બાજ નજર રખાશે

આ વખતે રથયાત્રામાં સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવા સાથે તેની ગુણવત્તા પણ ઊચ્ચ કક્ષાની હોય તે ધ્યાન રાખવામાં આવ્યું છે. શહેરના સંવેદનશીલ સહિતના ચોક્કસ નક્કી કરાયેલા ૯૯ સ્થળો પર ૧૫૦  સીસીટીવી લગાવાવામાં આવ્યા છે.

તમામ ટ્રકોની ફિટનેસ પોલીસ ચેક કરશે

ગઈ રથયાત્રામાં એક ટ્રકમાં ખામી સર્જાતા રથયાત્રા મોડી પડી હતી. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે  આ વખતે પોલીસ રથયાત્રામાં જોડાનારી તમામ ૧૦૧ ટ્રકોની ફીટનેસ નક્કી કરશે.

Post Comments