Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કચ્છના ભૂકંપ માટે કરોડોની મદદ કરનાર સ્વીસ સંસ્થાના પ્રતિનિધિને અમદાવાદ એરપોર્ટ પરથી જાકારો

- ભારતમાં પ્રવેશવાનો અધિકાર નહીં હોવાનું કારણ અપાયુ

અમદાવાદ, તા. 14. ફેબ્રુઆરી 2018 બુધવાર

કચ્છના ભૂકંપ ગ્રસ્તોને બેઠાં કરવા માટે કરોડોનું ફંડ આપનાર અને બિન સરકારી સેવા સંસ્થાઓને તેમના કામને વધુ અસરકારક બનાવવાની તાલીમ આપતી સંસ્થાના પ્રતિનિધિ કુર્ટ વોલેલેને ગત 22મી જાન્યુઆરીઆ અમદાવાદ એરપોર્ટ પરથી તેમના દેશમાં પરત મોકલી દેવામાં આવ્યા હતા.

તેમનું આ દેશમાં કોઈ જ કામ ન હોવાનું જણાવીને તેમને રવાના કરી દેવામાં આવ્યા હતા. કુર્ટ વોગેલેએ ઇરમા (આણંદ), નાબાર્ડના સહયોગમાં પણ કામ કરેલું છે. ગત ૨૨મી જાન્યુઆરીએ કુર્ટ વોગેલે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા ત્યારે તેમને ભારતમાં પ્રવેશવાનો કોઈ જ અધિકાર ન હોવાનું જણાવીને પરત રવાના કરી દેવાયા હતા.

આ પગલું લેવા માટેનું કોઈ જ કારણ પણ તેમને આપવામાં આવ્યું નહોતું, પરંતુ ગત ૨૯મી જાન્યુઆરી એ તેમણે આ મુદ્દે બર્ન ખાતેના ભારતીય રાજદૂતાલયને પત્ર લખીને ફરિયાદ કરી હતી.

આ ફરિયાદમાં અમદાવાદ એરપોર્ટ પર તેમને થયેલા અનુભવનું બયાન કરવામાં આવ્યું હતું. સ્વિત્ઝરલેન્ડ ખાતેના ભારતીય રાજદૂત સિબી જ્યોર્જને તેમણે લેખિત ફરિયાદ કરી હતી. આ પત્રની તેમણે અમદાવાદ ખાતે તેમને આમંત્રણ આપનારાઓને જાણ કર્યા પછી આ હકીકત બહાર આવી હતી.

આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૧૭માં તેમણે ભારત આવવા માટેના વિઝા મળ્યા હતા. પરંતુ તેમને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હોવાની જાણકારી તેમને છેક અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા પછી કરવામાં આવી હતી.

આ તબક્કે તેમની કોઈ દલીલ કે વાત પણ સાંભળવામાં આવી નહોતી. તેમને અમદાવાદથી ફરી સ્વિટ્ઝર્લેન્ડ શા માટે રવાના કરવામાં આવી રહ્યા છે તેના કોઈ જ કારણો પણ તેમને આપવામાં આવ્યા નહોતા.

ગુજરાતમાં સમાજ સેવાના કામ કરતી સંસ્થા જનવિકાસના સામાજિક કાર્યકર્તા ગગન સેઠીના આમંત્રણ પર એસડીસીના કુર્ટ વોગલે અમદાવાદ આવ્યા હતા, પરંતુ અમદાવાદ એરપોર્ટ પરથી જ તેમને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવ્યા હોવાનું પર્યાવરણ મિત્રના મહેશ પંડયાનું કહેવું છે.

તેમને રવાના કર્યા ત્યારે તેમને તેમનો પાસપોર્ટ પણ પરત કરવામાં આવ્યો નહોતો. તેઓ જિનિવા પહોંચ્યા ત્યારે તેમનો પાસપોર્ટ તેમને હેન્ડઓવર કરવામાં આવ્યો હતો.

Post Comments