Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતમાં દરિયાની વચ્ચે 40 મતદાતા માટે પોલીંગ બુથ બનાવાશે

- બાણેજ ગીરના મહંત ભરતદાસ દર્શનદાસ માટે પણ બનાવાય છે મતદાન બુથ

- અરબી સમુદ્રની વચ્ચોવચ દેવભૂમિ દ્વારકાથી થોડે દૂર છે અજાડ ટાપુ

અમદાવાદ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

અરબી સમુદ્રની વચ્ચોવચ દેવભૂમિ દ્વારકાથી થોડે દૂર આવેલા અજાડ ટાપુ પર 40 મતદાતાઓ માટે ઈલેક્શન કમિશન ઑફ ઈન્ડિયા (ECI) દ્વારા ખાસ પોલ બુથ બનાવવામાં આવશે. આ પોલબુથમાં એક ટેમ્પરરી ટેન્ટ મૂકવામાં આવશે અને બેટરીથી ચાલતુ EVM મશીન મૂકવામાં આવશે. 139 હેક્ટરનો આ ટાપુ ખંભાળિયા બેઠકના નાના આસોટા ગામથી 8 કિલોમીટર દૂર આવેલુ છે.

મતવિસ્તારમાં ચાર અધિકારીઓ, ત્રણ સિક્યોરીટી અને એક ટેમ્પરરી પોલીસ ચોકી હશે. આ બધી જ વ્યવસ્થા માત્ર 40 મતદાતાઓ માટે ઊભી કરવામાં આવશે જે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પહેલવહેલી વાર વોટ આપવા જઈ રહ્યા છે. 2013માં આ ટાપુ બન્યા બાદ તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શામેલ કરવામાં આવ્યો હતો. આ ટાપુ પર ન તો વીજળી છે, ન તો પ્રાથમિક આરોગ્યની સુવિધા. અજાડ ટાપુ પર સ્કૂલ કે પોલીસ સ્ટેશનની વ્યવસ્થા પણ નથી. ત્યાંના સ્થાનિક રહેવાસીઓને આશા છે કે અહીં ઈલેક્શન બૂથ બન્યા બાદ સ્કૂલ અને આરોગ્ય કેન્દ્ર બને તેવી આશા તે સેવી રહ્યા છે.

ECIના નિયમ મુજબ દરેક વોટરની 2 કિલોમીટરની અંદરના વિસ્તારમાં વોટિંગ બૂથ હોવુ જોઈએ. આથી અજાડ ટાપુના 19 સ્ત્રી તથા 21 પુરૂષ મતદાતાઓ માટે ખાસ બૂથ બનાવવામાં આવશે. ચૂંટણીના દિવસ પૂર્વે અધિકારીઓ મશીન અને બીજા સાધનો હોડી મારફતે ટાપુ પર શિફ્ટ કરશે. આ બૂથ આખો દિવસ ચાલુ રહેશે. ગુજરાતના ચીફ ઈલેક્ટોરલ ઑફિસર બીબી સ્વેને જણાવ્યું, “ગુજરાતમાં અમારી પાસે જે પોલિંગ બુથ લિસ્ટ થયા છે તેમની પાસે ઈલેક્શન કમિશનની ગાઈડલાઈન્સ મુજબ પૂરતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. પરંતુ અજાડ ટાપુ તેમાં અપવાદ છે. માળખાગત સુવિધાઓના અભાવે તે નેગેટિવ લિસ્ટમાં હતુ. મેં જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે તેમાં માત્ર 40 જ મતદાતાઓ છે.”

છેલ્લી વસ્તી ગણતરી મુજબ આ ટાપુ પર 89 લોકો રહે છે જેમાંથી 45 પુરૂષો અને 44 સ્ત્રીઓ છે. આ ટાપુ પર માત્ર 13 જ ઘર છે. સરકારી માળખાગત સુવિધાઓના અભાવે અહીં રહેતા લોકોની સંખ્યા ઘટી રહી છે અને તે ભૂતિયા ટાપુમાં પરિવર્તિત થઈ રહ્યું છે.

Post Comments