Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમે ભારતીય કલ ભી.... આજ ભી..... - Veena World

આપણો દેશ પ્રગતિને પંથે છે, ભારત પાસે બધાની નજરો વળી છે ભવિષ્યની મહાસત્તા તરીકે. આવા સમયે આપણી વર્તણૂંક અને વિચારશક્તિ આ બંનેમાં જે જે સારાં પરિવર્તન ઘડી શકાય તે આપણે ઘડવા અને ઝડપથી ઘડવા બહુ મહત્ત્વનું છે

સીન 1 : પચીસેક વર્ષ પૂર્વેનો ટ્રેનનો પ્રવાસ. મારા પિતા મુંબઈ લોકલ ટ્રેનથી પ્રવાસ કરતા હતા. બપોરનો સમય હોવાથી ટ્રેનમાં બહુ ઓછા પ્રવાસી હતા. પિતાની બાજુમાં એક પ્રવાસી આવીને બેઠો અને પોતાના બૂટવાળા પગ સામેની સીટ પર મૂકી દીધા.

પિતા શિસ્ત અને સ્વચ્છતાના આગ્રહી હોવાથી તે માણસને વિનંતી કરી, 'ભાઈસાહબ, થોડી દેર બાદ ઈસ સીટ પર કોઈ બૈઠનેવાલા હૈ, આપ શૂઝ જમીન પર રખીયે. દૂસરોં કા ખયાલ કરનારા હમારા કર્તવ્ય હૈ.' બાજુવાળા પ્રવાસીએ આ વિનંતી વત્તા સૂચનથી ઐસીતૈસી કરતાં રોષભેર મારા પિતા પાસે જોયું અને એલફેલ ભાષામાં સંભળાવી દીધું, 'આપ હૈ ખ્યાલ કરનેવાલે તો કિજિયે. મૈં નાલાયક હું.'

સીન 2 : આપણો એક ભારતીય માણસ જાપનમાં જાય છે. જાપાનની સમયસર અને અતિસ્વચ્છ ટ્રેનમાં બેસે છે. સમય બપોરનો હોવાથી ટ્રેનમાં બહુ ઓછા પ્રવાસી હતા. ભારતીયને મસ્ત બારીની સીટ મળે છે. સામેની સીટ પર કોઈ નથી એ જોઇને આ મહાશયે પોતાના પગ સામેની સીટ પર ગોઠવી દીધા, તે પણ બૂટ સાથે. વચ્ચેના સ્ટેશન પર એક જાપાની પ્રવાસી અંદર આવ્યો અને અચાનક આ માણસના પગ ઊંચકીને તે સીટ પર બેસી જાય છે અને ભારતીયના પગ પોતાના ખોળામાં મૂકીને મસાજ કરવા લાગે છે.

આપણા ભારતીયને કશું સમજાયું નહીં. તે પૂછે છે, 'આ તું શું અને શા માટે કરી રહ્યા છે ?' જાપાની પ્રવાસીએ ઉત્તર આપ્યો, 'હું જ્યારે ટ્રેનમાં આવ્યો ત્યારે તું સામેની સીટ પર બૂટવાળા પગ મૂકીને બેઠેલો જોઈને મારા પિત્તો ગયો, પણ મેં જ્યારે તારી પાસે જોયું ત્યારે મને સમજાયું કે તું જાપાની નથી, તું ભારતીય દેખાય છે, એટલે કે તું આ દેશનો મહેમાન તરીકે આવ્યો છે, હવે તું અતિથિ હોવાથી હું તારી સાથે વિવાદ કઈ રીતે કરું ? તારી મહેમાનગતી કરવાની એક જાપાની તરીકે મારી ફરજ છે.

જોકે આવા બૂટવાળા પગ સામેની સીટ પર મૂકવાથી અમારી ટ્રેન ખરાબ થઈ રહી છે. અમારી ટ્રેન અમારી રાષ્ટ્રીય સંપત્તિ છે, તેની આ રીતે ખરાબી કરવી તે ગુનો છે. કોઇ પણ જાપાની માણસ પોતે આવું ક્યારેય કરશે નહીં પરંતુ બીજો કરતો હોય તો તેને આવું નહીં કરવા માટે સમજાવશે. રાષ્ટ્રીય સંપત્તિની હાનિ કરવી, તેનો નાશ કરવો તે અમારા લોહીમાં નથી.

તો પછી અમારા રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન ટાળીને, આવેલા અતિથિનો આદર કરવા માટે મેં તારા પગ મારા ખોળામાં લઈને મસાજ કરવા લાગ્યો. આ વ્હોટ્સએપ પર ફરતો વિડિયો છે. આ વિડિયો મેં જોયો, સુધીરે પણ જોયો, મસ્ત છે તેથી તેના પર અમે ચર્ચા કરી અને થોડા સમય પછી હૂં ભૂલી પણ ગઈ.

સીન 3 : પરમ દિવસે સુધીર વસઈથી બાંદરા લોકલ ટ્રેન પ્રવાસ કરતો હતો. પચીસ વર્ષ પૂર્વેના સીનનું રિપીટેશન, હવે પિતાની જગ્યાએ સુધીર હતો અને સામેનો પ્રવાસી પણ બદલાયેલો હતો. પરિસ્થિતિ જોકે તે જ હતી. બાજુના પ્રવાસીએ પોતાના બૂટવાળા પગ સામેની સીટ પર મૂક્યા. સુધીરને ગુસ્સો આવ્યો, સુધીરે મોબાઇલ ખોલ્યો, સીન બેમાંના જાપાની માણસનો વિડિયો શોધી કાઢ્યો અને બાજુના પ્રવાસીને હસતાં હસતાં હાય હેલ્લો કરીને તે જોવા આપ્યો.

તેણે પણ તે નવાઇથી જોયો અને ધીમે ધીમે તેના ધ્યાનમાં આવ્યું કે આ વિડિયો કોઇક સૂચક મેસેજ આપી રહ્યો છે. તેણે ચૂપચાપ પગ નીચે લીધા. તો એટલો નરમ પડયો હતો અને હાસ્યાસ્પદ બની ગયો હતો કે તેણે પછી પોતાના મોબાઈલમાં માથું ઝુકાવ્યું તે સુધીર બાંદરામાં ઊતર્યો ત્યાં સુધી ઉપર કર્યું નહીં. મને ખાતરી છે કે જે રીતે તે પ્રવાસી હાસ્યાસ્પદ બન્યો, તેની ભૂલ તેને સમજાઈ તે જીવનભર ફરી આવી ભૂલ નહીં કરશે.

બીજી વાત, આજે વ્હોટ્સએપ પર ફોર્વર્ડનો પ્રચંડ મારો છે. તેમાંથી અમુક એક સારા ફોર્વર્ડનો અથવા વિડિયોનો ઉપયોગ આવી સારી રીતે આપણે કરી શકીએ. અહીં ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કર્યો એવું કહી શકાય. અમુક હકારાત્મક વાતો આપણે તેમાંથી ઘડી શકીએ તો જ આપણે ઘર સમાજ ગામ રાજ્ય અને દેશમાં સારાં પરિવર્તન લાવી શકીશું. અન્યથા 'તેજસ એક્સપ્રેસની ભાંગફોડ' કરનારી મનોવૃત્તિ, રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન અને રાષ્ટ્રનું અપમાન આ શરમજનક બાબતથી આપણે ક્યારેય પોતાને અને રાષ્ટ્રને બહાર કાઢી શકીશું નહીં.

'તેજસ એક્સપ્રેસમાંનાં ઉપકરણોની ચોરી' સમાજની હિંસક, અલેલટપ્પુ, સ્વાર્થી મનોવૃત્તિનું પ્રદર્શન છે, જે ક્યાંક તો અટકવું જ જોઈએ. તે એકબીજામાં સુધારણાથી, સારા વિચારોનું આદાનપ્રદાન કરવાથી, સારી પ્રવૃત્તિઓનું આકલન અને આચરણ એ કોઈ પણ ક્લાસરૃમ કરતાં એકબીજાની હકારાત્મક સમજણથી વધુ ઝડપથી થશે. આપણો દેશ પ્રગતિને પંથે છે, દુનિયામાં તેની કિંમત વધી છે, દુનિયાના અનેક દેશ આર્થિક સંકટમાં જઈ રહ્યા છે ત્યારે ભારત પાસે બધાની નજરો વળી રહી છે ભવિષ્યની મહાસત્તા તરીકે.

આવા સમયે આપણી વર્તણૂક અને વિચારશક્તિ બંનેમાં જે જે સારા ફેરફાર ઘડી શકાય તે આપણે ઘડવા અને આ ફેરફાર ઝડપથી ઘડવાનું બહુ મહત્વપૂર્ણ છે. નાની નાની બાબતો હોય છે, આપણે જ આપણને પૂછવા જોઈએ, 'હું સિગ્નલ તોડું છું ? હું ખોટું બોલું છું ? હું લાઇન, એટલે કે ક્યુ તોડું છું ?....' ઘણી બધી બાબતો અજાણતા થતી હોય છે તે સમજૂતીપૂર્વક ન કરવી તે જ મહત્ત્વપૂર્ણ વાત છે. લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ અવરસેલ્ફ !

Post Comments