Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હાયેસ્ટ ટેક્સ પેયર - Veena World

આપણી સંસ્કૃતિમાં નાનાઓએ વડીલોને નમસ્કાર કરવાની અને વડીલોએ તેટલી જ શ્રધ્ધાથી આશીર્વાદ આપવાની પ્રથા છે. આ દરેક આશીર્વાદને વાસ્તુ તથાસ્તુ કહે છે એવું આપણે માનીએ છીએ. મોટા થાઓ ! સફળ થાઓ ! સુખી થાઓ ! એવા આશીર્વાદ હવે કોમન થઈ ગયા છે એવું તમને નથી લાગતું ?

ગયા મહિનામાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સના અને વીણા વર્લ્ડના પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સની મિટિંગ્સ હતી. વીણા વર્લ્ડ ચાર વર્ષની થઈ તેને લીધે સંપૂર્ણ કારકિર્દીનો પ્રયાસ મેળવવો, લેખાંજોખાં કરવાં, કઈ બાબતો બરોબર છે તે વધુ પોલિશી કરીને આગળ લઈ જવી, કઈ બાબતો બરોબરો નથી - આઉટડેટેડ થઈ ગઈ છે તેમાં ફેરફાર કરવાનું આ બધી બાબતોનો પ્રયાસ મેળવવામાં આવ્યો.

એક સેલ્સની, એક પ્રીફર્ડ સેલ્સ પાર્ટનર્સની આવી એક-એક મિટિંગ કરવાને બદલે અથવા એક જ દિવસે બસ્સો-ત્રણસો લોકોને એક હોલમાં બોલાવીને લેકચર આપવાને બદલે આ વર્ષે આપણી કોર્પોરેટ ઓફિસમાં જ ચાળીસ-પચાસની નાની બેચીસ બોલાવીશું, તેને લીધે માણસોને માણસો સમજાશે, જે અમારા વ્યવસાયનું તેવું હાર્દ છે.

અમે ટુરીઝમમાં છીએ પણ માણસોના ઈમોશન્સના બિઝનેસમાં વધુ છીએ એવું મને કાયમ લાગે છે. આટલી મોટી એકસરસાઈઝ થયા પછી સંતોષ મળ્યો, કારણ કે આમાં સંવાદ થયો હતો. હવે 'ચલો દૌડતે રહો મંઝિલ તક, રાસ્તા સાફ દિખાઈ દે રહા હૈ.' ઓર્ગેનાઈઝેશન હજુ આમ તો નાની છે જેથી આ શક્ય છે. પાયો મજબૂત થવો જોઈએ.

આ બધી મિટિંગ્સમાં આ વર્ષે ચર્ચા જીએસટીની હતી. ગૂડસ એન્ડ સર્વિસ ટેક્સની. આપણા સન્માનનીય વડા પ્રધાનની ભાષામાં કહીએ તો 'ગૂડ સિંપલ ટેક્સ.' દરેક પ્રીફર્ડ સેલ્સ પાર્ટનરે જીએસટી રજિસ્ટ્રેશન કરવાનું મહત્ત્વનું હતું. આથી પહેલી જ મિટિંગમાં મેં પૂછ્યું, 'કોણે કોણે આ રજિસ્ટ્રેશન કરાવ્યું છે ?' પચાસ જણમાં અમુક હાથ ઉપર થયા. હવે મારો પ્રશ્ન હતો હાથ ઉપર નહીં કરનાર માટે. 'તમે હજુ રજિસ્ટ્રેશન કેમ કરાવ્યું નથી ?' ઉત્તર ઈન્ટરેસ્ટિંગ હતા.

પ્રથમ હતું, 'મેં હમણાં જ એજન્સી લીધી છે, હજુ બિઝનેસ મળતા વાર લાગશે. પછીથી કરીશ.' બીજો ઉત્તર હતો, 'રહી ગયું છે પણ થોડા દિવસમાં કરી નાખીશ.' ત્રીજો ઉત્તર હતો, 'જીએસટી રજિસ્ટ્રેશન કરવાની અમને જરૃર નથી, કારણ કે અમારો બિઝનેસ વીસ લાખની અંદર છે, અમે છૂટી ગયા જીએસટીની ઝંઝટમાંથી...'

ત્રીજા ઉત્તરે મારા મનમાં ઘૂમરાતા પ્રશ્નોનો માર્ગ મોકળો કરી દીધો હતો. નાનપણથી કરચોરી કઈ રીતે કરવી તે જોવા આવી છું ? કાર્યાલયના માણસોની સંખ્યા કઈ રીતે ઓછી રાખવી ? પ્રોવિડેન્ટ ફંડની જંજાળમાંથી કઈ રીતે છુટકારો કરી લેવો ? ઈન્કમટેક્સ બચાવવા માટે ઈન્શ્યુરન્સ કઈ રીતે લેવો ? ઈન્કમ ટેક્સમાંથી રાહત મેળવવા માટે હિંદુ અનડિવાઈડેડ ફેમિલી કઈ રીતે બતાવવી ? પાકનું ઉત્પાદન નહીં કરતાં ખેતીની ઈન્કમ ટેક્સમાંથી રિબેટ મેળવવા માટે કઈ રીતે બતાવવી ? આવા એક નહીં ને અનેક સલાહ આપનારા લોકો આજુબાજુમાં રહેતા હતા.

સલાહ સાંભળીએ છીએ ત્યારે તેનું પરિણામ આપણી પર થાય છે અને તે જનરેશન્સ પર પણ થયું છે એવું મને લાગે છે, કારણ કે ઈન્કમ ટેક્સ બચાવવાની બાબતમાં આપણે એટલું ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે ઈન્કમ વધારવા તરફ આપણું દુર્લક્ષ થઈ ગયું છે. ઈન્કમ ટેક્સ નહીં ભરવો અથવા ગમે તે કરીને ઈન્કમ ટેક્સ બચાવવો એવી રાજમાન્યતા મળી છે. આવનારી દરેક ભાવિ પેઢીને અજાણતાં જ આપણે સત્યના માર્ગ પરની છટકબારી બતાવી છે.

ત્રીજો ઉત્તર આપનારા અમારી પ્રીફર્ડ સેલ્સ પાર્ટનરને મેં પૂછ્યું, 'અરે આપણે આપણા વિચારોની અને અપેક્ષાઓની ઊંચાઈ કેટલી ઓછી રાખીએ છીએ તે જુઓ. તમે જીએસટી રજિસ્ટ્રેશન કરાવીને એવો વિચાર કેમ નહીં કર્યો કે ભલે આજે મારો બિઝનેસ વીસ લાખની અંદર હોય, પરંતુ તે મારે વધારવાનો છે, વીસ લાખ, બે કરોડ, વીસ કરોડ સુધી લઈ જવો છે,

આથી મને કદાચ જીએસટી રજિસ્ટ્રેશન કરવાનો સમય નહીં હોય એટલો હું બિઝી થઈશ, જે પછી હવે સમય છે તો રજિસ્ટ્રેશન કેમ નહીં કરાવા રાખવું જોઈએ. જીએસટી દેશની પ્રગતિની દ્રષ્ટિથી સારી બાબત છે. તો પછી આપણે તેમાં હમણાંથી જ યોગદાન કેમ નહીં આપવું જોઈએ ? વીણા વર્લ્ડ એક બહુ નાની અને નવી સંસ્થા છે. આરંભમાં પૈસા નહોતા ત્યારથી નક્કી કર્યું કે ગવર્નમેન્ટ રૃલ્સ અને રેગ્યુલેશન્સમાં કોઈ પણ ડિફોલ્ટ નહીં કરવાનો.

આજે ગરદન ટટ્ટાર રાખીને ઊભી રહું છું તેનું કારણ આ વન લાઈન સ્ટ્રેટેજી છે. આજે શપથ લો કે તમારો બિઝનેસ વીસ લાખ નહીં, બે કરોડ નહીં, વીસ કરોડ નહીં પરંતુ બસ્સો કરોડ સુધી પહોંચશે ! ઈચ્છા નહીં હોય તો પ્રયાસોને દિશા કઈ રીતે મળશે અને પ્રયાસો સિવાય પ્રગતિ અશક્ય છે.'

આપણી સંસ્કૃતિમાં નાનાઓએ વડીલોને નમસ્કાર કરવાની અને મોટાઓએ તેટલી જ શ્રધ્ધાથી આશીર્વાદ આપવાની પ્રથા છે અને આ દરેક આશીર્વાદને વાસ્તુ તથાસ્તુ કહે છે એવું આપણે માનીએ છીએ. આપણે આપણા બાળકોને આવો આશીર્વાદ આપી શકીએ કે, 'જા ! જે કાંઈક કરે છે તેમાં દેશનો સૌથી મોટો ટેક્સ પેયર બન.

લેટ અસ બી ધ પ્રાઉન્ડ પેરન્ટ્સ ઓફ અ હાયેસ્ટ ટેક્સ પેઈંગ પર્સન.' મેં નક્કી કર્યું છે, અમારા બાળકોને પણ કહ્યું છે, 'એવું કામ કરીશું કે વીણા વર્લ્ડ આપણા દેશની ટ્રાવેલ એન્ડ ટુરીઝમની હાયેસ્ટ ટેક્સ પેયર કંપની હશે.' ઈન્કમ હશે તો ઈન્કમ ટેક્સ ભરવો નહીં પડે શું ? અને હાયેસ્ટ ઈન્કમ ટેક્સ પેયર બનવું હોય તો હાયેસ્ટ ઈન્કમ નહીં જોઈએ શું ? આને સ્ટ્રેટેજી કહેવાય છે !

જાહેરાત

 

Post Comments