Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાર માસથી નવા DIN મળતા ન હોવાથી LLPની સ્થાપના થતી નથી

- નવા ઔદ્યોગિક સાહસિકોની નવી મોકાણ

- લિમિટેડ કે પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ડિરેક્ટર્સ હોય અને ડિરેક્ટર્સ આઈડેન્ટિફિકેશન નંબર હોય તો જ LL

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,તા.16 મે 2018,બુધવાર

એક તરફ સરકાર નોકરી લેનાર નહિ, નોકરી આપનાર બનો તેવી મોટી મોટી વાત કરી રહી છે ત્યારે બીજી તરફ લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશીપ ફર્મ ઊભી કરવા ઇચ્છતા સાહસિકોને ડિરેક્ટર્સ આઈડેન્ટિફિકેશન મળે તેવી વ્યવસ્થા જ રજિસ્ટ્રાર ઑફ કંપનીઝના વેબપોર્ટલ પર નથી.

પરિણામે પ્રાઈવેટ કે પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ડિરેક્ટર હોય તેવી જ વ્યક્તિઓ એલ.એલ.પી.ની સ્થાપના કરી શકે છે. નવા સાહસિકો એલ.એલ.પી.ની સ્થાપના જ કરી શકતા નથી. પરિણામે નોકરી લેનાર નહિ, નોકરી આપનાર બનો તેવી ભાજપની વાતનો છેદ ઊડી જવાનો આરંભ થઈ જાય છે. ચાર મહિનાથી આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવતો નથી.

ડિરેક્ટર્સ આઈડેન્ટિફિકેશન નંબર મેળવવા માટે રજિસ્ટ્રાર ઑફ કંપનીઝમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ માટે ઓનલાઈન યુટિલિટી (ફોર્મ) ભરવાનું આવે છે. કોઈ પણ કંપનીમાં વ્યક્તિ ડિરેક્ટર હોય અને તેનો ડિન-ડિરેક્ટર્સ આઈડેન્ટિફિકેશન નંબર હોય તો જ તેઓ ડિનના ખાનામાં નંબર ભરી શકે છે. આ નંબર ઓનલાઈન ફોર્મના ખાનામાં ભરવામાં ન આવે તો ફોર્મ આગળ વધી શકતું નથી.

કોમ્પ્યુટર પોતાની રીતે જ તે ફોર્મને ચકાસી લે છે. તેમાં ડિનનું ખાનું કોરું રહ્યું હોવાનું જણાવીને ફોર્મને સ્વીકારતું જ નથી. પરિણામે ડીન ન ધરાવતી વ્યક્તિ એલ.એલ.પી.ની સ્થાપના કરી શકતા જ નથી.

નવા સાહસ કરવા ઇચ્છનારાઓ તેમના સાહસમાં આ કારણે આગળ વધી શકતા નથી. તેમ જ છેલ્લા ચાર મહિનાઓથી એલએલપીની સ્થાપના માટેની અરજીઓ પેન્ડિંગ રહેતી હોવાથી કંપની સેક્રેટરીઓ ધંધો ગુમાવી રહ્યા છે.

Post Comments