Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપ પાસે હવે કોઈ નવા મુદ્દા જ ન હોવાથી ચૂંટણી ઢંઢેરો જાહેર જ કરતો નથી

-શિક્ષણ સહિતના ક્ષેત્રે મુદ્દે વચનો પાળવામાં ફેઈલ

-જીલ્લાવાર નવી ડે સ્કૂલ ખોલવાથી માંડી ડ્રોપ આઉટ ઝીરો કરવા સહિતના અનેક વચનો ન પુરા કરનારી ભાજપે પ્રજા

અમદાવાદ, તા.7 ડિસેમ્બર 2017,ગુરૃવાર

શિક્ષણ સહિતના અનેક મુદ્દે ભાજપ છેલ્લી ત્રણ ચૂંટણીમા આપેલા વચનો પુરા કરવામા નિષ્ફળ રહી છે અને હવે ભાજપ પાસે કોઈ નવા મુદ્દા રહ્યા નથી જેથી ભાજપ ચૂંટણી ઢંઢેરો જાહેર કરાતો નથી.રાજ્યમાં જીલ્લાવાર નવી ડે સ્કૂલ ખોલવાથી માંડી સ્કૂલમાં ડ્રોપ આઉટ રેશિયો ઝીરો કરવા સહિતના અનેક વચનો ભાજપ પુરા કરી શકી નથી.જેથી ભાજપે પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે.

લોકશાહી બચાવો અભિયાન હેઠળ ચૂંટણી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનું વિશ્લેષણ કરતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરો લોકભોગ્ય છે અને કોંગ્રેસે નવા આશાવાદ સાથે લોકશાહી બચાવો અભિયાન દ્વારા કરાયેલા ઘણા સૂચનોને તેમના ચૂંટણી ઢંઢેરામા સમાવ્યા છે.

જ્યારે બીજી બાજુ ભાજપ હજુ સુધી પણ ચૂંટણી ઢંઢેરો કે સંકલપપત્ર જાહેર કરી શક્યો નથી.ભાજપે ૨૦૦૨,૨૦૦૭ અને ૨૦૧૨ની ચૂંટણીસમયે સંકલ્પપત્રોમાં અને ચૂંટણી ઢંઢેરામાં જે વચનો પ્રજાને આપ્યા હતા તેમાંથી ઘણા વચનો સરકાર પુરા કરી શકી નથી.ભાજપે જિલ્લે-જિલ્લે એક નવી ડે સ્કૂલ ઉભી કરવાનું અને જેમાં એક હજાર વિદ્યાર્થીઓને ભણવાની તથા બાળકોને બસ દ્વારા લાવવાની વ્વસ્થા આપવાનું જે વચન આપ્યુ તે પણ પુરુ કર્યુ નથી.

આ ઉપરાંત ભાજપે મધ્યમવર્ગ અને ગરીબો માટે અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવાનું, સ્કૂલમાં ડ્રોપ આઉટ રેશોયો ઘટાડીને ઝીરો કરવાનું વચન આપ્યુ પરંતુ ભાજપ ૨૦૦૨થીલઈને ૨૦૧૭માં હજુ ડ્રોપ આઉટ ઝીરો કરી શકી નથી હજુ પણ ૪૦ ટકા ડ્રોપ આઉટ રેશિયો છે.ભાજપે આપેલા વિચનો પુરા શક્યુ ન હોઈ પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે.

ભાજપે આ વખતની ચૂંટણીમાં જ્યાં મતદાન એક દિવસ પહેલા પણ ચૂંટણી ઢંઢેરો હજુ સુધી જાહેર કર્યો નથી ત્યારે કયા મોઢે ભાજપવાળા વોટ માંગી રહ્યા છે.કોંગ્રેસે તેના ૬૪ પાનાના ચૂંટણી ઢંઢેરામાં શિક્ષણ માટે જુદા જુદા ૫૮ વચનો આપ્યા છે.

જેમાં સ્કૂલ-કોલેજોમાં ભરતી કરવાથી માંડી નવી કોલેજો શરૃ કરવાનું અને ખાસ કરીને હાયર એજ્યુકેશન બિલ પાછુ ખેંચવા સહિતના વચનો છે.જો કે ભાજપ હોય કે કોંગ્રેસ દરેક રાજકીય પક્ષે ચૂંટણી ઢંઢેરાને સસ્તો બનાવી દીધો છે.

Post Comments