Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિન્ઝો એબેને એરપોર્ટ ખાતે 'સેરેમોનિયલ ગાર્ડ ઓફ ઓનર' અપાયું

-બૌદ્ધ પરંપરાથી જાપાની મહેમાનોનું સ્વાગત

-એરપોર્ટની અંદર સાંસ્કૃતિક ઝાંખી દર્શાવતા ૮ સ્ટેજ, ભૂંગળ, શરણાઇ,ઢોલના તાલે સ્વાગત

અમદાવાદ,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે અને તેમના પત્ની અકી વિશેષ ફ્લાઇટ દ્વારા આજે બપોરે ૩ઃ૩૦ વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં શિન્ઝો એબેના એરપોર્ટ ખાતે આગમન સમયે એરફોર્સ, આર્મી, નેવીના જવાનો દ્વારા 'સેરેમોનીયલ ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું હતું.
 
અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્લાઇટ બપોરે ૩ઃ૦૫ વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર પહોંચતાં જ શિન્ઝો એબેના વિવિધ કાર્યક્રમ અંગે કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાની માહિતી મેળવી હતી. બપોરે ૩ઃ૩૦ વાગે શિન્ઝો એબેની ફ્લાઇટ આવી એ સાથે જ નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને તેમના સ્વાગત માટે પહોંચી ગયા હતા. શિન્ઝો એબે પણ જૂના મિત્રને મળતા હોય તેમ નરેન્દ્ર મોદીને ઉષ્માપૂર્વક ભેટી પડયા હતા. આ પછી ગુજરાતના ભૂંગળ, શરણાઇ, કાઠીયાવાડી રાવણહથ્થો, ઢોલ, ભાતીગળ છત્રી દ્વારા પરંપરાગત રીતે નરેન્દ્ર મોદી- શિન્ઝો એબે અને તેમના  પ્રતિનિધિમંડળને આવકારવામાં આવ્યા હતા.  શિન્ઝો એબે અને ફર્સ્ટ લેડી અકી એબેનું ૩૭ જેટલા બૌદ્ધ સાધુઓ દ્વારા બૌદ્ધ પરંપરાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત એરપોર્ટ ખાતે ગુજસેલમાં આઠ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં ગરબા તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. શિન્ઝો એબે અને તેમની સાથે આવેલા પ્રતિનિધિમંડળે તેનો લુત્ફ ઉઠાવ્યો હતો. મોંઘેરા મહેમાનોના આગમન પ્રસંગે એરપોર્ટને વડનગરના કીર્તિતોરણ, બૌદ્ધ સંસ્કૃતિ, કચ્છની ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતા ભવ્ય બેનરોથી શણગારવામાં આવ્યું હતું.

Post Comments