Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સચિન પાયલોટ અને જ્યોતિરાદિત્ય બે દિવસીય ગુજરાતના પ્રવાસે

- રાજકોટ અને અમદાવાદમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન

- સંવાદ કાર્યક્રમ, બાઈકરેલી, મહિલા સંવાદ કાર્યક્રમ કરશે

અમદાવાદ, તા. 15 નવેમ્બર 2017 બુધવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મહાસંગ્રામ ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના અગ્રણીનેતા સચિન પાયલોટ અને જ્યોતિરાદિત્ય સિંધિયા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

કોંગ્રેસના ધુરંધર નેતા સચિન પાયલોટ આજે રાજકોટમાં જાહેરસભા સંબોધશે. શહેર કોંગ્રેસ દ્વારા આયોજીત સંકલિત વિધાનસભાના મતવિસ્‍તારમાં રાજસ્‍થાનનાં લોકપ્રિય યુવા સાંસદ અને કોંગ્રેસના અગ્રણી નેતા સચિન પાયલોટની જાહેર સભાનું આયોજન આજે રાત્રે 8:45 કલાકે કરવામાં આવેલ છે.  

જાહેરસભામાં કાર્યકારી પ્રમુખ શ્રી કુંવરજીભાઈ બાવળીયા કોંગ્રેસના પ્રમુખ શ્રી ઈન્‍દ્રનીલ રાજયગુરૂ સહિતના આગેવાનો સંબોધન કરશે. જાહેરસભામાં કોંગ્રેસના ટોચના નેતા શ્રી સચિન પાયલોટ દેશ અને સભ્‍યની પ્રવર્તમાન સ્‍થિતિને ઉજાગર કરશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી સચિન પાયલોટ 15 અને 16મી નવેમ્બરના ગુજરાત પ્રવાસે છે. સચિન રાજકોટના પ્રમુખ સ્વામી મહારાજ ઓડિટોરિયમ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ કરશે અને સાંજે નિયત પ્રેમ મંદિર ખાતે સભા ગજવશે, જ્યારે પૂર્વ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા 16મીએ અમદાવાદમાં સંવાદ કાર્યક્રમ, બાઈકરેલી, મહિલા સંવાદ કાર્યક્રમ કરશે. કોંગ્રેસ ચૂંટણીને લઈને આક્રમક પ્રચારના મૂડમાં છે.

15 નવેમ્બર
-  રાત્રે 8:45 કલાકે યુવા સંવાદ કાર્યક્રમ રાજકોટ ખાતે યોજાશે

16 નવેમ્બર
- સવારે 7-45 કલાકે રાજકોટથી સુરત પ્રસ્થાન
- બપોરે 2 વાગે યુવા સંવાદ કાર્યક્રમ, સાયન્સ સેન્ટર, અઠવા લાઈન
- સાંજે 4-30 કલાકે રાજસ્થાની સમાજ સાથે મુલાકાત કંગારૂ સર્કલ
- સાંજે 6 વાગે જનસભા સિગનપુર ચાર રસ્તા, કતારગામ


વિધાનસભા ઇલેક્શનના તમામ સમાચાર માટે નીચેની લીંક પર ક્લીક કરો
http://bit.ly/assemblyelection2017

લેટેસ્ટ સમચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments