Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રશિયાના ઝારવંશના કિંગ નિકોલસે ઇસ 1890માં સીદી સઇદની જાળીને બેનમૂન કહી હતી

- પથ્થરમાં કોતરાયેલી વૃક્ષ જેવી છબી જોઇ ખૂબજ પ્રભાવિત થયા હતા

- રશિયાના ઝારવંશના કોઇ પણ રાજવીની આ પ્રથમ ભારત મુલાકાત હતી

અમદાવાદ, તા.14 સપ્ટેમ્બર 2017, ગુરુવાર

ઇ.સ. ૧૮૯૦માં રશિયાના છેલ્લા શાસક ઝાર નિકોલસ દ્વીતિય જયારે પ્રિન્સ હતા ત્યારે અમદાવાદની સીદી સૈયદની જાળીના કોતરણીના ખૂબ વખાણ કર્યા હતા. ઝાર નિકોલસના અમદાવાદ પ્રવાસનો ઉલ્લેખ નિકોલસની સાથે રહેલા ઉત્ખોમસ્કી નામના એસકોર્ટે લખેલી ડાયરીમાંથી મળે છે.જેની નોંધ મુજબ અમદાવાદનું પ્રતિક ગણાતી સીદી સૈયદની જાળી નિહાળી અંગે નિકોલસે કહયું હતું કે આ સુંદર નકશીકામ ખરેખર બેનમૂન છે.

પથ્થરમાં કોતરવામાં આવેલા વૃક્ષની છબી ભારતનો કળા વૈભવ દર્શાવે છે.આ ઉપરાંત અમદાવાદના અન્ય આર્કિટેકચરનું પણ  નિકોલસને ખૂબ જ આકર્ષણ થયું હતું.એટલું જ નહી રશિયાના ઝારવંશના આ છેલ્લા રાજાએ પોતાના વોર્ડરોબમાં રાખવા માટે અમદાવાદના બજારમાંથી કપડાની ખરીદી પણ કરી હતી.હાલમાં આ વસ્તુઓ રશિયાના મ્યૂઝિયમમાં સચવાયેલી પડી છે.

રશિયાના કોઇ પણ ઝાર રાજાની આ પ્રથમ ભારત મુલાકાત હતી ઝારવંશના એક માહિતી મુજબ પ્રિન્સ નિકોલસને તેમના પિતા એલેકઝાન્ડર સાથે ટ્રાન્સ સાઇબેરિયન રેલવે અંગે મતભેદ થતા તેઓ ચીન, જાપાન, ઇજિપ્ત, ગ્રીસ, ભારત સહિત અનેક દેશોની ૨૯૦ દિવસની લાંબી વિદેશયાત્રાએ નિકળી પડયા હતા.આ લાંબી યાત્રાના ભાગરુપે જ નિકોલસ દ્વીતિય ૧૧ ડિસેમ્બર ૧૮૯૦ના રોજ મુંબઇ અને ત્યારબાદ અમદાવાદ પહોંચ્યા હતા.રશિયાના કોઇ પણ ઝાર રાજા ભારત આવ્યા હોય તેવી આ પહેલી ઘટના હતી.રશિયાના ઝારવંશના છેલ્લા રાજા તરીકે નિકોલસની ૧ નવેમ્બર૧૮૯૪માં વરણી થઇ હતી.

રશિયામાં સામ્યવાદની લાલક્રાંતિએ જન્મ લીધો હતો તે દરમિયાન નિકોલસ દ્વીતિયને ૧૮ જુલાઇ ૧૯૧૮ના રોજ મારી નાખવામાં આવતા ઝાર શાસનનો અંત આવ્યો હતો.

Post Comments