Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રુકમણીએ ભગવાન કૃષ્ણને પત્ર લખીને કહ્યું...

-'જેની પાસે મારું મસ્તક નમે એવો પતિ જોઇએ છે, એવા અલૌકિક વ્યક્તિ તમે જ છો'

અમદાવાદ, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

આજે 'વેલેન્ટાઇન્સ ડે' એટલે પ્રેમના એકરારનો દિવસ. હાલ સોશિયલ મીડિયાના જમાનામાં પ્રેમપત્ર  ભૂતકાળ બન્યા છે. રુકમણીનો ભગવાન શ્રી કૃષ્ણને લખાયેલો પોતાના પ્રેમના એકરાર કરતો પત્ર વિશ્વનો સૌપ્રથમ અને શ્રેષ્ઠ પ્રેમપત્ર હશે. આવો પ્રેમપત્ર બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળશે.

આ પ્રેમપત્ર પાછળની વાયકા એવી છે કે રુકમણીને જ્યારે જાણ થાય છે કે જરાસંઘ શિશુપાલ સાથે તેને પરણાવવા માટે ભીષ્મક પર દબાણ કરી રહ્યા છે ત્યારે તે પિત્તો ગુમાવે છે. એ વિચાર કરે છે કે પોતાના સ્વાર્થ, લોભ ખાતર  લોકો મારા સૌંદર્યનું બલિદાન આપી રહ્યા છે.

પરંતુ હું કોઇ પણ સંજોગમાં મારું બલિદાન નહીં આપવા દઉં. આમ, ખૂબ જ વિચાર કર્યા બાદ ભગવાન કૃષ્ણને પત્ર લખે છે. આ પ્રેમ પત્ર ખૂબ જ ચાતુર્યભર્યો છે અને તેમાં તે કેવા પતિની અપેક્ષા રાખે છે તે પણ જણાવે છે. શ્રી કૃષ્ણ અને રુકમણીના આ પત્રની કથા ભાગવત્માં જે રીતે આલેખાઇ છે તે અદ્ભૂત છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાથી ૨ કિલોમીટરના અંતરે શ્રી કૃષ્ણના મુખ્ય રાણી રુકમણીને સમર્પિત મંદિર પણ છે. આ મંદિર ૨૫૦૦થી વધુ વર્ષ પુરાણુ છે.

રુકમણીએ ભગવાન કૃષ્ણને લખેલા પત્રનો અંશ

'ગૌરવપૂર્ણ અદ્ભૂત શૌૈર્ય, અલૌકિક નિષ્ઠા અને તમારું તેજસ્વી વ્યક્તિત્વ જોઇને કોઇપણ યુવતી મુગ્ધ થઇ જાય તે સ્વાભાવિક છે અને હું પણ મુગ્ધ થઇ હોવાથી આ પત્ર લખવાનો સાહસ કરી રહી છું. અહીં મારા વડીલો મારો હાથ એક પશુના હાથમાં સોંપી દેવાની પેરવીમાં પડયા છે, પોતાના સ્વાર્થ ખાતર તેઓ મારું બલિદાન આપવા તૈયાર થયા છે. પરંતુ હું તો તમારા ગુણ, શીલ અને બુદ્ધિમતા પાછળ પાગલ બની છું. મારે તો જેની પાસે મારું મસ્તક નમે એવો પતિ જોઇએ છે.

જેની આગળ મસ્તક નમે તેવી અલૌકિક વ્યક્તિ તમે જ છો. તમારો જન્મ પરિત્રાણાય સાધુનામ્ છે. શિશુપાલ પાસે મારું મસ્તક કદાપી નમવાનું નથી. ડરથી પત્નીનું મસ્તક નમાવે એવા અનેક પતિઓ હોય છે પણ તેમાં એમની વિશેષતા શું?

તમને મળવાનો પહેલો એવો માર્ગ એ છે કે હું નાસીને તમારી પાસે આવી જાઉં. પરંતુ તમારા જેવા વીરને આવી રીતે નાસીને આવેલી બીકણ યુવતી ગમશે નહીં. બીજો માર્ગ અંતઃપુરમાંથી તમે આવીને મને લઇ જાવ તે છે. પરંતુ એ માર્ગ તમારા જેવા શૂરવીરને શોભે નહીં.

તો તમે અહીં ભેગા થયેલા પશુઓનો સંહાર કરીને જ મને લઇ જાવ તે ઇચ્છવા યોગ્ય છે. વળી રાતોરાત તમે મને ઉપાડીને લઇ જાવ તે પણ ઠીક નથી. આથી તમારે તો મને ધોળે દિવસે બધા દેખતા લઇ જવી પડશે. લગ્ન પહેલા ગિરિજાને મંદિરે દર્શન કરવા આવીશ અને તમે મને ત્યાંથી શિયાળોના દેખતા જ લઇ  જાવ તેવી મારી અભિલાષા છે.'

Post Comments