Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદમાં રોશની અને શણગાર હજુ ચાર દિવસ યથાવત રખાશે

-શહેરીજનો નિહાળી શકે તે માટે

-સર્કલો, બ્રિજો, રિવરફ્રન્ટ પરની પિક્સલ પ્રોગ્રામેબલ રોશનીએ આકર્ષણ જમાવ્યું

અમદાવાદ,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

ભારત અને જાપાનના વડાપ્રધાનના સ્વાગત-સત્કાર માટે અમદાવાદ શહેરને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે. શહેરીજનો પણ શહેરને આ નવા ક્લેવરમાં મનભરીને નિહાળી શકે તે માટે આગામી તા.૧૭ સપ્ટેમ્બર સુધી અમદાવાદ શહેરનો આ રોશનીથી ઝગમગતો શણગાર યથાવત રાખવાનો નિર્ણય મેયર દ્વારા લેવાયો છે.
શહેરના વિવિધ સ્થળ, બિલ્ડીંગ, સર્કલ, રિવરફ્રન્ટ, બ્રિજ, અંડરપાસ વગેરે જગ્યાએ હાઇ ટેકનોલોજી સાથેની પિક્સલ પ્રોગ્રામેબલ ઇમેજ સાથેની રોશની કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ફ્લેગ કલર અને મલ્ટી કલર બેઝ થીમ આધારીત રોશનીથી શહેરની રોનક જ બદલાઇ જવા પામી છે.

ગાંધી આશ્રમ, સિદી સયૈદની જાળી, હયાત હોટેલ, સાયન્સ સિટી, દિનબાઇ ટાવર અને અગાસીએના આજુબાજુના વિસ્તાર, એરપોર્ટ, ઇન્દિરા બ્રિજ, સુભાષબ્રિજ, આરટીઓ, રૃપાલી, ઓએનજીસી, એનએફડી અમે ભાડજ સહિતના ૯ સર્કલોને શણગારવામાં આવ્યા છે.

તે ઉપરાંત શહેરના તમામ ૮ બ્રિજ અને થલતેજ અને અખબારનગર અંડરપાસ, સાબરમતી રિવરફ્રન્ટ સહિતના વિવિધ સ્થળો અને ૧૨ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરની રોશની શહેરીજનો નિહાળી શકશે. આગામી ૪ દિવસ સુધી શહેરીજનો આ સ્થળો પરનો શણગાર અને રોશની નિહાળી શકે તે માટે તેને યથાવત રખાશે.

Post Comments