Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રદેશ કોંગ્રેસ પ્રભારી પ્રત્યેક વિધાનસભા બેઠકની મુલાકાત લેશે

-આજથી ગેહલોતના ગુજરાતમાં ધામા , જૂથવાદ નાથવા પ્રયાસો થશે

-એસી ચેમ્બરમાં બેસી હોદ્દા ભોગવતા નેતાઓથી પ્રભારી નારાજ

અમદાવાદ ,તા.18 જુન 2017, રવિવાર

વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ હવે સંગઠનને વધુ મજબૂત કરવા મથામણ કરી રહ્યું છે. ૧૯મીથી પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સાત દિવસની મુલાકાત દરમિયાન તેઓ વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લઇને સ્થાનિક રાજકારણ,સંગઠનની સ્થિતીનો ચિતાર મેળવશે .

સૂત્રોના મતે, કોંગ્રેસમાં જૂથવાદ ચરમસિમાએ છે ત્યારે હાઇકમાન્ડે ખુદ ગુજરાત પર નજર રાખી છે. ખાસ કરીને પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે એસી ચેમ્બરમાં બેસીને માત્ર હોદ્દા ભોગવતા પ્રદેશના નેતાઓને જીલ્લાઓનો પ્રવાસ કરીને કાર્યકરો સાથે વાતચીત કરવા નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત ખુદ ગેહલોત પણ ૧૯મી જૂનથી દાહોદનો પ્રવાસ શરૃ કરી રહ્યાં છે. પ્રદેશ પ્રમુખને સાથે રાખીને તેઓ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસની વાસ્તવિક પરિસ્થિતી શું છે તે જાણવા ઇચ્છુક છે. દાહોદ બાદ મહિસાગર, પંચમહાલ સહિતના આદિવાસી મત વિસ્તારોમાં ફરીને તેઓ સંગઠનની સ્થિતીનો ચિતાર જાણશે .સ્થાનિક આગેવાનો,જીલ્લા-તાલુતા પંચાયતના હોદ્દેદારો, ધારાસભ્ય સહિત કાર્યકરોને મળીને વાતચીત કરશે. ગેહલોત ચૂંટણી ટાણે પ્રજાલક્ષી પ્રશ્નો આગળ ધરીને સરકાર સામે લડત લડવા કાર્યકરોને માર્ગદર્શન આપશે.

ગેહલોત સાત દિવસીય પ્રવાસમાં વિધાનસભા બેઠકના નિરીક્ષકો ,ધારાસભ્યો સાથે પણ બેઠક યોજશે . આમ, જૂથવાદ વકરતા પ્રદેશ પ્રભારી ગેહલોત ગુજરાતમાં સાતેક દિવસ સુધી ધામા નાંખશે. પ્રદેશના નેતાઓ વચ્ચેના મતભેદ દૂર કરવા પણ પ્રયાસો કરશે.

Post Comments