Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

LGના સુપ્રિન્ટેન્ડેન્ટ રાજેશ શાહની આગોતરા જામીન અરજી ફગાવાઈ

- રૃપિયા ૪૦,૦૦૦ની લાંચના કેસમાં

- 'વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ' માટે અરજદારે તૈયારી દર્શાવી : કોર્ટે મંજૂરી આપી

અમદાવાદ, તા.12 જૂન, 2018, મંગળવાર

એલ.જી. હોસ્પિટલના પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ અને રૃપિયા ૪૦,૦૦૦ની લાંચના કેસના આરોપી ડૉ. રાજેશ શાહની આગોતરા જામીનની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી છ. ડૉ.રાજેશ શાહ વિરૃદ્ધ કાર્યવાહી અને ધરપકડ પર સંદર્ભે આપવામાં આવેલી વચગાળાની રાહત પણ હટાવી લેવામાં આવી છે.

આ અરજી મુદ્દે હાઈકોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે જાહેર સેવા ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી વ્યક્તિ પર લાંચ લેવાનો આરોપ હોય ત્યારે તેને શા માટે આગોતરા જામીન આપવા જોઈએ? ડૉ. રાજેશ શાહની આગોતરા જામીનની અરજી રદ કરી જસ્ટિસ જે.બી. પારડીવાલાએ અવલોકન નોંધ્યુ હતું કે આ કેસમાં ડૉ.રાજેશ શાહ અને ફરિયાદી વચ્ચે જે ટેલિફોનિક વાર્તાલાપ થયા છે તે ઘણાં સંકેતો આપે છે.

અરજદારને આ આરોપમાં ફસાવવામાં આવ્યા હોય તે દલીલ અત્યારે ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી. ઉપરાંત અરજદાર એવી કોઈ અસામાન્ય હકીકત રજૂ નથી કરી શક્યા કે જેના આધારે જામીન મંજૂર કરી શકાય. અરજદાર 'વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ' માટે તૈયાર છે તેવી રજૂઆત થતા હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે કે અરજદાર ઇચ્છે તો તેને ટેસ્ટ કરાવવાની છૂટ છે જેથી આ કેસ વધુ સ્પષ્ટ બને.

ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ માટે ગ્રાફિક્સ અનેે બેનર્સ બનાવનારી કંપની પાસેથી રૃપિયા ૪૦,૦૦૦ની લાંચ માગવાના કેસમાં એન્ટિ કરપ્શન બ્યુરોએ ડૉ. રાજેશ શાહ વિરૃદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Post Comments