Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૭,૧૮મીએ રાહુલ ગાંધીનો અમદાવાદમાં રોડ શો, કાલથી કોંગ્રેસનો ડોર ટુ ડોર પ્રચાર શરૃ થશે

-કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીપ્રચારને વેગવંતો બનાવ્યો

અમદાવાદ, તા.13 નવેમ્બર 2017,સોમવાર

ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસીય પ્રવાસે આવેલાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને જોરદાર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ભાજપના ગઢ સમા મત વિસ્તારોમાં રાહુલને સાંભળવા મેદની ઉમટી રહી છે તે જોતાં હવે કોંગ્રેસે શહેરોમાં પગપેસારો કરવા કવાયત હાથ ધરી છે જેના ભાગરૃપે આગામી ૧૭,૧૮મીએ અમદાવાદમાં રાહુલ ગાંધીનો રોડ શો યોજવા આયોજન ઘડાયુ છે.

કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીના પ્રચારને વેગિલો બનાવ્યો છે ત્યારે મંગળવારથી અમદાવાદ સહિત રાજ્યભરમાં કોંગ્રેસનો ડોર ટુ ડોર પ્રચાર અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. આ ડોર ટુ ડોર પ્રચારમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ જોડાશે. ભાજપની જેમ કોંગ્રેસ પણ એક કરોડ લોકો સુધી પહોંચવાનુ લક્ષ્ય નક્કી કર્યું છે.અમદાવાદમાં મંગળવારે દરેક વોર્ડમાં કાર્યકરો ઘેર ઘેર જઇને કોંગ્રેસને મત આપવાની અપીલ કરશે.

દરેક જિલ્લા-તાલુકા કોંગ્રેસ સમિતીઓને પણ સઘન ડોર ટુ ડોર પ્રચાર કરવા જણાવી દેવાયું છે. ૧૫મીએ રણદિપ સૂરજેવાલા સહિત સચિન પાયલોટ સુરત અને રાજકોટમાં લોકસંપર્ક કરીને ચૂંટણીપ્રચારને વધુ સઘન બનાવશે જયારે ૧૬મીએ જયોતિરાદિત્ય સિંધિયા અમદાવાદમાં યુવાઓ સાથે યુવાસંવાદ યોજી ફેસ ટુ ફેસ ટોક કરશે.

આખરી દિવસે મહેસાણામાં રાહુલ ગાંધીના રોડ શોમાં જનમેદની ઉમટી પડી હતી. આ જોતાં કોંગ્રેસે હવે રાહુલ ગાંધીના અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં રોડ શો કરવા કાર્યક્રમ ઘડી કાઢ્યાં છે. કોંગ્રેસે જનસંવાદ થકી પણ લોકો સાથે સંપર્ક કરવા આયોજન કર્યું છે. આગામી દિવસોમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં પ્રચારમાં જોડાશે.

Post Comments