Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્માર્ટ સીટીના વિકાસ માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારી આવશ્યકઃ વેંકયા નાયડૂ

- વાઇબ્રન્ટ સમિટમાં શહેરી વિકાસમંત્રીએ હાજરી આપી

- રાજ્ય સરકારો સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે

અમદાવાદ, તા. 11 જાન્યુઆરી 2017, બુધવાર

કેન્દ્રીય શહેરી વિકાસમંત્રી એમ વેંકયા નાયડૂએ આજે વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપતા કહ્યું હતું કે સરકાર સ્માર્ટ સીટી માટે તમામ રોકાણ કરવાની સ્થિતિમાં નથી એટલા માટે પબ્લીક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) જરૂરી બની રહેશે.

નાયડૂએ કહ્યું હતું કે સ્માર્ટ સીટીઝ બનાવવા માટે કરોડો રૂપિયાની જરૂર પડે એમ છે અને સરકાર એ તમામ રોકાણ કરી શકે એમ નથી. સ્માર્ટ સીટી બનાવવા માટે ખાનગી કંપનીઓને આગળ આવવા માટે આમંત્રણ આપવું પડશે. તેમણે કહ્યું હતું કે સરકાર એ માટે જરૂરી તમામ વ્યવસ્થા પૂરી પાડશે. તેમણે કહ્યું કે સરકાર આ મહિનાના અંત સુધીમાં એ માટેના દસ્તાવેજો રજૂ કરવાની પ્રક્રિયા કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે રાજ્ય સરકારો સાથે મસલત કરીને નિર્ણય લેવામાં આવશે.

નાયડૂએ જણાવ્યું હતું કે સ્માર્ટ સીટીઝના વિકાસ માટે સ્થાનિક અને રાજ્ય સ્તરની સંસ્થાઓને વિશ્વાસમાં લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે મોદી સરકાર દ્વારા પ્રસ્તાવિત સ્માર્ટ સીટીઝ રહેવાલાયક તો હશે જ સાથે સાથે વસવાટ માટે સ્વચ્છ અને તંદુરસ્ત પરિસ્થિતિ પણ પૂરા પાડશે.

Post Comments