Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખાનગી શાળાઓ કહે છે, વધારે ફી નહીં આપો તો શાળાઓ જ બંધ કરી દઈશું

-ખાનગી શાળાઓના સંચાલકોને વાલીઓનું ઇમોશનલ બ્લેકમેઇલિંગ ચાલુ કર્યું

-પેરેન્ટ્સ એકતા મંચ આજે શિક્ષણબોર્ડ સમક્ષ પોતાના મુદ્દા મૂકશે

અમદાવાદ, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

ખાનગી શાળાના સંચાલકો શાળાઓ બંધ કરવાની ધમકી આપીને ઊંચી ફી આપવા વાલીઓ તૈયાર હોવાનું લખાણ લઈ રહ્યા હોવાની બાબત સહિતની બાબતો અંગે વિરોધ નોંધાવવા માટે આવતીકાલે બપોરે ત્રણ વાગ્યે માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ તેમના મુદ્દાઓની રજૂઆત કરવા પેરેન્ટ્સ એકતા મંચ જશે. માધ્યમિક શિક્ષણ બોર્ડના એ.જે. શાહને તેઓ મળશે.

તેમનું કહેવું છે કે પ્રોવિઝનલ ફી તરીકે રૃા. ૧૫૦૦૦, ૨૫૦૦૦ અને ૨૭૦૦૦ જ લેવાની જાહેરાત જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી દીધી હોવા છતાંય શાળાઓ ઊંચી ફી લેવા માટે વાલીઓ જો ઊંચી ફી નહિ આપે તો તેઓ શાળાઓ બંધ કરી દેશે તેવી ધમકી આપી રહ્યા છે અને આ ધમકી આપીને વાલીઓને બ્લેક મેઈલ કરી રહ્યા છે.

તેમના બાળકોને ભણાવવા હોય તો વાલીઓ શાળાને લખાણ લખી આપે કે શાળાના સંચાલકો વધુ ફી લે તો તેની સામે તેમનો વાંધો નથી.

આ રીતે ખાનગી શાળાના સંચાલકો વાલીઓનું ઇમોશનલ બ્લેક મેઈલિંગ કરવા માંડયા હોવાનું પેરેન્ટ્સ એકતા મંચનું કહેવું છે. નફાખોરી કરવા માટે ખાનગી શાળાના સંચાલકો વાલીઓ પર દબાણ વધારી રહ્યા હોવાનું તેમનું કહેવું છે.

સ્કૂલ બંધ કરી દેવાની ધમકી આપી વધુ ફી આપવા તૈયાર હોવાનું લખાણ વાલીઓ પાસેથી લેવાનું શાળાના સંચાલકો બંધ કરી દે તેવી માગણી પણ કરશે. દબાણ હેઠળ લેવામાં આવેલા આ લખાણનો કોર્ટમાં કે અન્ય કોઈ સંસ્થામાં રજૂઆત કરવા માટે દુરુપયોગ કરવામાં આવે તેવી વાલીઓને ધાસ્તી છે.

આ રીતે ખાનગી શાળાઓના સંચાલકો વાલીઓ પર આડકતરું દબાણ લાવી રહ્યા હોવાનો આક્ષેપ પણ મંચે કર્યો હતો. પ્રોવિઝનલ ફી કરતાં વધુ ફી ખંખેરવા માટે તેઓ આ દબાણ નીતિનો આશરો લઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ મંચ તરફથી કરવામાં આવ્યો છે.

આ સાથે જ સ્કૂલ બોર્ડ સમક્ષ રજૂઆત કરવા માટે પૂરતો સમયગાળો વાલીઓને આપવાની રજૂઆત પણ કરવામાં આવશે. અત્યારે વાલીઓને તેમની રજૂઆત કરવા પૂરતો સમય ન મળી રહ્યો હોવાનું તેમનું કહેવું છે.

ચોથી ફેબુ્રઆરી ૨૦૧૭ના ખુદ સરકારે જ જણાવ્યું હતું કે પ્રાથમિકમાં એક વિદ્યાર્થી પાછળ રૃા. ૧૩૦૦૦નો ખર્ચ થતો હોવાથી ૧૫૦૦૦ની ફી રાખવામાં આવી રહી છે. આ જ રીતે માધ્યમિકમાં રૃા. ૨૫૦૦૦ અને ઉચ્ચ માધ્યમિકમાં રૃા. ૨૭૦૦૦ની ફી નક્કી કરવામાં આવી છે. સરકારે પોતે નક્કી કરેલા ફીના માળખાને જ વળગી રહેવું જોઈએ તેવી વાલીઓની માગણી અને લાગણી છે.

Post Comments