Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડાપ્રધાન મોદીનો આજથી ચાર દિવસ માટે ઝંઝાવાતી પ્રચાર

-બીજા તબક્કા માટે ભાજપના સ્ટાર પ્રચારક મેદાનમાં

-આજે સાંજે અમદાવાદના નિકોલમાં જાહેર સભા:કુલ ૧૫ સ્થળોએ ભાજપનો ચૂંટણી પ્રચાર કરશે

અમદાવાદ, તા.7 ડિસેમ્બર 2017,ગુરૃવાર

પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોની ચૂંટણી માટે ગુરૃવારે પડઘમ શાંત થવાના છેલ્લા દિવસ સુધી ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ જ રીતે હવે ૧૪મી ડિસેમ્બરે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર પણ તેઓ આવતીકાલથી શરુ કરી રહ્યા છે. તેઓ સતત ચાર દિવસ સુધી ગુજરાતમાં રોકાઈને ૧૫ જેટલા સ્થળોએ જાહેર સભાઓને સંબોધશે.

ભાજપના સત્તાવાર સૂત્રો જણાવે છે કે, આવતીકાલે શુક્રવારે સવારે ૧૦-૩૦ વાગ્યે વડાપ્રધાન ભાભોર ખાતે, બપોરે ૧૨ વાગ્યે કલોલમાં, બપોરે બે વાગ્યે હિંમતનગરમાં મોદી ગ્રાઉન્ડ ખાતે જ્યારે છેલ્લી સભા અમદાવાદના નિકોલમાં ભક્તિ સર્કલ, એસ.પી. રિંગરોડ ખાતે યોજાશે.

બીજે દિવસે એટલે કે ૯મી ડીસેમ્બરે સવારે ૯-૩૦ કલાકે લુણાવાડા, સવારે ૧૧ વાગ્યે બોડેલી, બપોરે ૧ વાગ્યે આણંદ અને છેલ્લે બપોરે ૩ વાગ્યે મહેસાણામાં જાહેર સભા કરશે. ૧૦મીએ સવારે ૧૦-૩૦ વાગ્યે પાલનપુરમાં, બપોરે ૧૨-૩૦ વાગ્યે સાણંદમાં, બપોરે ૨-૩૦ વાગ્યે કાલોલ (પંચમહાલ)માં જ્યારે સાંજે ૬ વાગ્યે વડોદરામાં જાહેરસભા સંબોધશે.

Post Comments