Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ એરપોર્ટનો રનવેઃ સોનાની થાળીમાં લોઢાનો મેખ

- રીકાર્પેટ કરાવ્યા છતા ગાબડે ગાબડા પડી ગયા

- ઈન્ટરનેશનલ લેવલનો રનવે ગાયબ

અમદાવાદ, તા. 17 જુલાઈ 2017, સોમવાર

અમદાવાદને ઈન્ટરનેશનલ કક્ષાએ પ્રમોટ કરાઈ રહ્યુ છે અને હવે તો હેરિટેજ સિટીનો દરજ્જો પણ મળી ગયો છે પરંતુ એરપોર્ટના રનવે ઉપર ખાડાને કારણે શહેરની શાનમાં સોનાની થાળીમાં લોઢાનો મેખ જેવો ઘાટ ઘડાયો છે. આ પહેલા રનવે પર ખાડા પડી જવાથી તેને ફરી રીકાર્પેટ કરાયા હતા પરંતુ માત્ર 12 દિવસમાં જ રનવે પર ફરી ખાડા પડી ગયા છે.

આ પ્રકારના બનાવથી રનવેની ક્વોલિટી સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. જેના કારણે અનેક મુસાફરોના જીવ પણ જોખમમાં મુકાયા છે. જેના પગલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(AAI) દ્વારા સમગ્ર પ્રકરણમાં તપાસનો આદેશ કરવામાં આવ્યો છે. AAIના ઉચ્ચ અધિકારીઓ જેની તપાસ કરશે. AAIના ચેરમેન ગુરૂપ્રસાદ મોહપાત્રાએ કહ્યું કે, ‘આ મામલે રોડ બાંધકામની ગુણવત્તાની સાથે સાથે વરસાદના પાણીની ડ્રેનેજ સિસ્ટમ અંગે પણ તપાસ કરવામાં આવશે. કેમ કે આ રીતે રનવે તૂટી જવો ફક્ત ભારે વરસાદના કારણે જ ન હોઈ શકે. રનવે પર પ્રોપર ડ્રેનેજ સિસ્ટમ ન હોવાથી ભરાતા પાણી પણ તેનું કારણ બની શકે છે.’

તેમજ તેમણે વધુમાં કહ્યું કે, ‘આ સાથે જ રીકાર્પેટિંગ વર્કની ક્વોલિટી પણ ચકાસવામાં આવશે. અને જો કોઇપણ પ્રકારની ગેરરીતી જોવા મળશે તો તમામ જવાબદારો સામે કડક પગલા ભરવામાં આવશે.’

જોકે આ સાથે જ તેમણે કહ્યું હતું કે, ‘ભલે તમે ગમે તેટલી સારી ક્વોલિટીનું રીકાર્પેટિંગ કરો પરંતુ જો વરસાદના પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોય તો રનવે પણ શહેરના રસ્તાની જેમ ખાડા-ખબડાવાળો બની જાય છે.’ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જ આ ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટના રનવેને રીપેર કરવા માટે રૂ.27 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. એરપોર્ટ સાથે જોડાયેલ કેટલાક સૂત્રોનું કહેવું છે કે ફક્ત વરસાદની ઋતુમાં જ આવું નથી થતું. પરંતુ આ પહેલા ડ્રાય સિઝનમાં પણ રનવે પર ખાડા પડી ગયા હતા.

Post Comments