Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ એરપોર્ટ પર વાહનો ૧૦ મિનિટ રોકાય છતાં રૃ. ૮૫નો પાર્કિંગ ચાર્જ

- પગલાં લેવાને બદલે એરપોર્ટ ઓથોરિટીના આ સમગ્ર મામલે આંખ આડા કાન

- પાર્કિંગ ચાર્જ ચૂકવવા માત્ર બે એક્ઝિટ બૂથ રાખીને કારની લાંબી લાઇન કરાતી હોવાનો આક્ષેપ

અમદાવાદ, તા. 15 એપ્રિલ, 2018, રવિવાર

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પ્રવેશતા કે ત્યાંથી બહાર નીકળતી વખતે લાંબી લાઇન ના હોય તો તે 'આઠમી અજાયબી' સમાન ઘટના ગણવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટમાં પોતાનું વાહન લઇને આવતા મોટાભાગના લોકોનો આક્ષેપ છે કે પાર્કિંગ ચાર્જ વસૂલતા 'બૂથ ઓપરેટર' જાણી જોઇને 'ગો સ્લો'ની નીતિ અપનાવે છે અને જેના કારણે તેમને ફરજીયાત રૃપિયા ૮૫ ચૂકવવા પડતા હોય છે.

અમદાવાદ એરપોર્ટ ખાતે હાલના પાર્કિંગના નિયમ અનુસાર જે પણ કાર પ્રવેશે તેને ૧૦ મિનિટથી વધુ સમય લાગે તો તેને પાર્કિંગ ચાર્જ પેટે ૮૫ રૃપિયા ચૂકવવા પડે છે. કોઇ વ્યક્તિ તેના સ્વજનોને એરપોર્ટ ટર્મિનલ પર ડ્રોપ કરીને તુરંત જ બહાર નીકળે તો પણ તેને લાંબી લાઇનનો સામનો કરવો પડતો હોય છે. અમદાવાદ એરપોર્ટના રન-વેનું સમારકામ ચાલી રહ્યું હોવાથી સવારે ૧૦ થી સાંજે ૭ દરમિયાન ફ્લાઇટનું આવાગમન બંધ હોય છે. પરંતુ આ સિવાયના સમયમાં મુસાફરોનો ભારે ધસારો હોય છે. જેના કારણે પાર્કિંગ ચાર્જ ચૂકવવા માટે પણ કારની લાંબી લાઇન જોવા મળે છે.

પાર્કિંગ ચાર્જનો કડવો અનુભવ કરનારા એક વ્યક્તિએ જણાવ્યું કે, 'હું તાજેતરમાં કાર દ્વારા મારા સ્વજનને એરપોર્ટમાં ડ્રોપ કરવા માટે ગયો હતો. એરપોર્ટમાં દાખલ થયાની બીજી જ મિનિટે મને પાર્કિંગ ટોલ દ્વારા રિસિપ્ટ આપવામાં આવી હતી. હું મારા સ્વજનોને ડ્રોપ કરીને ત્રીજી જ મિનિટે ટર્મિનલ બિલ્ડિંગથી બહાર નીકળ્યો હતો. પરંતુ બહાર આવતા જ જોયું ત્યાં પાર્કિંગ ચાર્જ ચૂકવવા માટે કારની લાંબી લાઇન હતી.

આ લાઇનનું વિઘ્ન પૂરું કરીને ટોલ બૂથ સુધી પહોંચ્યો ત્યાં જ ૨૦ મિનિટથી વધુ થઇ ગઇ હતી અને મારી કોઇ ભૂલ નહીં હોવા છતાં વધારાના ૮૫ રૃપિયા ચૂકવવા પડયા હતા. પાર્કિંગનો કોન્ટ્રાક્ટ જેમની પાસે છે તેમણે જાણી જોઇને માત્ર બે બૂથ રાખ્યા છે જેથી તેઓ ચાર્જ વસૂલવામાં સમય વધુ સમય લે . એરપોર્ટ ઓથોરિટી વધુ એક્ઝિટ બૂથ રાખે તો આ સમસ્યાનો નિકાલ આવી શકે છે.

Post Comments