Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આતંકવાદ મુદ્દે જાપાને કાઢી પાકિસ્તાનની ઝાટકણીઃ શિન્જો આબે કહ્યુ પાક. આતંકને પાળે નહી

- પઠાણ કોટ અને 16-11ના મુંબઈ હૂમલાના આરોપીને પાક. સજા આપેઃ શિન્ઝો આબે

- આતંકવાદ વિરૂધ્ધ જાપાન ભારત સાથ સાથ

અમદાવાદ, તા. 14 સપ્ટેમ્બર 2017, ગુરૂવાર

બુલેટ ટ્રેનના શિલાન્યાસ બાદ યોજાઈ દ્વિપક્ષીય વાતચીત જેમાં આતંકવાદ વિરૂધ્ધ ભારત સાથે ખભે ખભે મિલાવીને લડવાની વાત જાપાનના વડાપ્રધાને ઉચ્ચારી હતી.

સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનો શિલાન્યાસ બાદ આ મિટિંગ યોજાઈ હતી. જેમાં દ્વિપક્ષીય વાતચીતની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં બુલેટ ટ્રેનને નવા ભારતની નવી ટ્રેન હોવાનું કહેવામાં આવ્યું હતું. મુંબઈ હુમલા પર PM આબેએ કહ્યું, પઠાણકોટ અને 26-11ના મુંબઈ હુમલાના ગુનેગારોને સજા આપે પાકિસ્તાન. મુંબઈ હુમલાને લઈને આબે એ આતંકવાદની સખત શબ્દોમાં ટીકા કરી હતી. આતંકવાદ વિરૂધ્ધ ભારત સાથે મળીને જાપાન લડશે તેમ તેમણે જણાવ્યું હતું.

આતંકવાદી સંગઠનો અલકાયદા, ISIS, જૈસ- એ- મોહમ્મદ અને લશ્કર- એ- તૈયબા વિરૂધ્ધ સાથે મળીને લડશે લડાઈ
બને નેતાઓએ સુરક્ષા અને ખાસ તો કોસ્ટગાર્ડ અને પાયરસી સામે ટક્કર ઝીલવા અંગેના પોતાના વચનને ફરીથી દોહરાવ્યુ હતુ.
સમુદ્રી ડાકુઓ સામે બાથ ભીડવાની અને અન્ય અપરાધો સામે રાષ્ટ્રીય અને આતંરાષ્ટ્રીય માળખુ તૈયાર કરવાની વાત કરી
નોર્થ કોરિયા દ્વ્રારા કરવામાં આવી રહેલા પરમાણું હથિયારો અને બૈલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામની કડક શબ્દોમાં ટીકા કરી હતી.
હાલમાં જ 3 સપ્ટેમ્બરે નોર્થ કોરિયા દ્વારા કરવામાં આવેલ ન્યૂક્લિયર ટેસ્ટની પણ વાત કરી હતી.

Post Comments