Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પદ્માવત પર પ્રતિબંધ પણ ફિલ્મની પાઇરસીને રોકવા સરકાર શું કરશે?

- ફિલ્મ પરનો પ્રતિબંધ રાજકીય વ્યૂહરચનાનો એક ભાગ જ છે કે શું?

- ખાળે ડૂચા અને દરવાજા મોકળા : થિયેટર કરતા વધુ લોકો પાઇરેટેડ કોપી ડાઉનલોડ કરી ફિલ્મો જુએ છે

અમદાવાદ, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

ગુજરાત સરકારે વિવાદાસ્પદ ફિલ્મ 'પદ્માવત' પર પ્રતિબંધ જાહેર કર્યો છે, પરંતુ આ ફિલ્મની પાઇરસી બાબતે સરકાર શું કરશે? અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મની પાઇરેટેડ કોપી પણ ગુજરાતમાં ઉપલબ્ધ થશે અને લોકો સુધી પહોંચશે. ફિલ્મ પરનો પ્રતિબંધ સામાજિક સૌહાર્દ જાળવવાનો છે કે પછી રાજકીય વ્યૂહરચનાનો ભાગ છે કે શું તે પ્રશ્ન વાજબી છે.

સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત વિવાદાસ્પદ ફિલ્મ '' પર ગુજરાત સરકારે પણ પ્રતિબંધ જાહેર કર્યો છે. રાજ્યમાં સામાજિક સૌહાર્દ જળવાઇ રહે તે હેતુથી ફિલ્મ પ્રતિબંધિત કરનારી સરકાર ફિલ્મની રિલીઝ ભલે રોકી રહી છે પરંતુ ફિલ્મની પાઇરસી બાબતે શું કરશે? હાલ સમગ્ર બોલિવૂડ ફિલ્મ પાઇરસીની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યું છે તે પાઇરસી નામની સમસ્યા પદ્માવત ફિલ્મની કોપી ગુજરાતમાં પહોંચાડી દેશે તેમાં સરકાર શું કરશે? ગુજરાત અને રાજસ્થાન સિવાયના રાજ્યોમાં આ ફિલ્મ ૨૫મી જાન્યુઆરીએ રિલીઝ થશે.

ફિલ્મ રિલીઝ થાય તે જ દિવસે કે તેના પછીના દિવસે ફિલ્મની પાઇરેટેડ ડીવીડી બજારમાં મળવા લાગે છે. તેમાં પણ હવે તો ઇન્ટરનેટ અને ટેકનોલોજીનો જમાનો છે. જે લોકો રિલીઝ થયેલી ફિલ્મ ટિકિટના પૈસા આપી જોવા નથી માગતા તેમને આ ફિલ્મની પાઇટરેટેડ કોપી ઈન્ટરનેટ પર જોવા અને ડાઉનલોડ કરવા મળે છે. એટલે પદ્માવત ગુજરાતમાં રિલીઝ થાય કે ન થાય, જે લોકોને આ ફિલ્મ જોવી છે તે લોકો રસ્તો કરી લેવાના છે. આમ પણ થિયેટર કરતા વધુ લોકો પાઇરેટેડ કોપીનિ ફિલ્મો જ જોતા હોય છે.

ફિલ્મ જ્યારે  પહેલી ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ રિલીઝ થવાની હતી ત્યારે પણ મુખ્યપ્રધાને તેના પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. સેન્સર બોર્ડે થોડા દિવસો પહેલાં ફિલ્મનું નામ 'પદ્માવતી'માંથી 'પદ્માવત' કરવા અને ફિલ્મના દૃશ્યોમાં ઁઅમુક ફેરફાર કરવા જણાવી ફિલ્મને ક્લીઅરન્સ આપ્યું હતું. આ ફિલ્મને રાજસ્થાનમાં પ્રતિબધિત કરવામાં આવી છે અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૃપાણીએ ૧૨મી જાન્યુઆરીએ કહ્યું હતું કે હજુ પણ આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ નહીં કરવામાં આવે,

ઈન્ટરનેટ પર એવી સંખ્યાબંધ વેબાસાઈટ્સ છે જે શુક્રવારે કે શનિવારે જ રિલીઝ થયેલી ફિલ્મ અપલોડ કરી દે છે.મુક્કાબાઝ, કાલાકાંડી, ૧૯૨૧, ટાઇગર ઝિંદા હૈ જેવી ફિલ્મો હાલ સિનેમાઘરોમાં ચાલી રહી છે. તો બીજી તરફ આ ફિલ્મો પાઇરેટડ સ્વરૃપે ઇન્ટરનેટ પર ઘણી વેબાસાઈટ્સમાં ઉપલબ્ધ છે. અમુક સિનેમાઘરોમાં છૂપી રીતે અથવા સાઠગાંઠથી નવી ફિલ્મો રેકોર્ડ કરી લેવામાં આવે છે. આ રેકોર્ડિંગને ઇન્ટરનેટના માધ્યમથી અથવા ડીવીડીમાં ઢાળી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. ૪૦થી ૬૦ રૃપિયામાં આવી ડીવીડી અમદાવાદ સહિતના શહેરોમાં મળી રહે છે.

રાજ્યના લગભગ તમામ શહેરોમાં એવી લારીઓ કે નાની દુકાનો જોવા મળે છે. જ્યાં આવી પાઇરેટેડ ડીવીડી મળતી હોય. પદ્માવત અન્ય રાજ્યોમાં રિલીઝ થયા બાદ તેની આવી રીતે ક્યાંક ડીવીડી મળવા લાગે તો નવાઇની વાત નથી અને ઇન્ટરનેટ પર પણ તેે મળી રહે છે. તેથી આ મામલામાં સરકારનો નિર્ણય માત્ર રાજકીય વ્યૂહરચનાનો એક ભાગ હોય તેવું લાગી રહ્યું છે અને જો મુખ્યપ્રધાનના કહેવા અનુસાર આ પ્રતિબંધ સામાજિક સૌહાર્દને જાળવવા માટેનો હોય તો પણ આ નીતિ બાણા ઉઘાડાને ખાળે ડૂચા જેવી છે તેવું કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી.

પાઇરેટેડ ફિલ્મોની વેબસાઇટ પર પગલા ક્યારે?
સરકાર પાઇરેટેડ ફિલ્મો અપલોડ કરતી વેબસાઇટ પર પગલા લઈ તેને બંધ કરાવે છે પરંતુ આવી એક વેબસાઇટ બંધ થાય તેની સામે તેનાથી વધુ નવી વેબસાઇટ શરૃ થતી રહે છે. ઉપરાંત આવી કેટલીક જાણીતી વેબસાઇટના સર્વર બાંગ્લાદેશ તેમજ અખાતી દેશોમાંથી ઓપરેટ થતા હોવાથી સરકાર આ મામલે વધુ કંઈ નથી કરી શકતી.

Post Comments