Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડુંગળીના પાકને નુકસાન, મહારાષ્ટ્રની આયાતી ડુંગળીમાં મણે ૨૦૦ રૃ.નો વધારો

-વરસાદી અને વાદળછાયા વાતાવરણને કારણે

-અઠવાડિયા સુધી ડુંગળીના ભાવ ઊંચા રહેશે, ગરીબ-મધ્યમવર્ગની હાલત કફોડી બની

અમદાવાદ, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

ગુજરાત અને તેની આજુબાજુના રાજ્યોમાં વરસાદી અને વાદળછાયું વાતાવરણ સર્જાતા પાકને પારાવાર નુકશાની થવાની ભીતિ સેવાઇ રહી છે. તેવામાં હાલમાં મહારાષ્ટ્રમાથી આવતી ડુંગળીના ભાવમાં મણે ૨૦૦ રૃપિયાનો વધારો થઇ જતા ડુંગળીના ભાવ ૨૦ કિલોએ ૮૦૦ રૃપિયા સુધી પહોંચી ગયા છે. આમ ડુંગળીના ભાવ હજુ વધુ ભડકે બળવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

આ અંગે ડુંગળીના મુખ્ય મથક એવા મહુવા એપીએમસીમાં આજે મહારાષ્ટ્રની આયાતી ડુંગળીના ૨૦ કિલોના ભાવ ૬૦૦ માંથી સીધા જ ૮૦૦ થઇ ગયા હતા. જથ્થાબંધમાં આ ભાવે મળતી ડુંગળીના છૂટક બજારમાં વેપારીઓ મનફાવે તેવા ઉંચા ભાવ લઇ રહ્યા છે.

અમદાવાદમાં પણ હાલમાં મહારાષ્ટ્રની સારી ગુણવત્તાની ડુંગળીના ૨૦ કિલોના ભાવ ૭૪૦ જેટલા ચાલી રહ્યા છે. છૂટક વેપારીઓ આ ડુંગળી બજારમાં ૫૦ થી ૬૫ રૃપિયે કિલોના ભાવે વેચી રહ્યા છે. જેને લઇને ગરીબ અને મધ્યમવર્ગની સ્થિતિ કફોડી બની ગઇ છે.

આ અંગે વેપારીઓના જણાવ્યા મુજબ વરસાદી છાંટાને કારણે ડુંગળીનો પાક બગડી ગયો છે. તેથી મહારાષ્ટ્રની આયાત ઘટી છે. આ સ્થિતિ અઠવાડીયા સુધી રહેશે. આમ વાતાવરણમાં સુધારો થતા અઠવાડીયા બાદ જ ભાવ સ્થિર થવાની હાલમાં સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

Post Comments