Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદથી મુંબઇ જવા માટેનું વન-વે એરફેર ૯ ગણું વધીને રૃપિયા ૨૧ હજાર !

- અહો આશ્ચર્યમ્ ! : અમદાવાદથી મુંબઇ જવા કરતાં દુબઇ જવું સસ્તું

- અમદાવાદ એરપોર્ટનો રન-વે ૯ કલાક માટે બંધ રહેતો હોવાથી ફ્લાઇટ ઘટી, એરફેરમાં વધારો કરાયો

અમદાવાદ, તા. 13 માર્ચ, 2018, મંગળવાર

અમદાવાદથી મુંબઇ પ્લેન દ્વારા જવાનું આયોજન કરી રહ્યા હોવ તો તમારે સામાન્ય દિવસોની સરખામણીએ પાંચથી દસ ગણું વધારે એરફેર ચૂકવવું પડી શકે છે. વાત એમ છે કે, હાલ અમદાવાદ એરપોર્ટનો રન-વે દિવસના ૯ કલાક માટે બંધ રહેતો હોવાથી ફ્લાઇટની સંખ્યા ઘટી ગઇ છે અને મુસાફરોની સંખ્યા વધુ છે. આ સ્થિતિમાં વધુ નફો રળી લેવા માટે એરલાઇન્સે એરફેરમાં તોતિંગ વધારો કરી દીધો છે.

સામાન્ય દિવસોમાં અમદાવાદથી મુંબઇ જવા માટેનું એરફેર રૃ. ૨૦૦૦થી રૃ. ૨૫૦૦ હોય છે. પરંતુ ૧૪ માર્ચના અમદાવાદથી મુંબઇ માટેનું મહત્તમ એરફેર રૃ. ૨૧,૧૩૯ થઇ ગયું છે. આમ, અમદાવાદ-મુંબઇનું વન-વે એરફેર ૯ ગણું વધી ગયું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનો રન-વે ૧૫ એપ્રિલ સુધી સવારે ૧૦ થી સાંજે ૭ દરમિયાન બંધ રહેશે. આમ, સવારે ૧૦ અગાઇ અને સાંજે ૭ બાદ અમદાવાદ-મુંબઇ વચ્ચે કુલ ૧૬ ફ્લાઇટ છે. જેમાં વહેલી સવાર અને મોડી રાતનું એરફેર સવારે ૫૬૦૦થી રૃપિયા ૭ હજાર વચ્ચે હોય છે. આ સિવાયના સમયની ફ્લાઇટનું એરફેર રૃપિયા ૯ હજારથી વધુ હોય છે.

આમ, અમદાવાદથી મુંબઇ જવા કરતા દુબઇ જવું વધારે સસ્તું છે તેમ કહી શકાય. કેમકે, અમદાવાદ-દુબઇનું એરફેર રૃપિયા ૧૪૭૭૫ અને રૃપિયા ૧૭૦૪૫ છે. આ અંગે નિયમિત રીતે હવાઇ મુસાફરી કરતા એક પેસેન્જરે જણાવ્યું હતું કે, 'મારે તાજેતરમાં દહેરાદૂનથી અમદાવાદ આવવા માટે રૃપિયા ૨૮ હજાર ચૂકવવા પડયા હતા.  બિઝનેસના હેતુ માટે ટ્રાવેલિંગ કરનારાઓ માટે પ્લેન જ શ્રેષ્ઠ વિકલ્પ છે અને જેમાં તેમને હાલ અનેકગણું વધારે એરફેર ચૂકવવું પડી રહ્યું છે.'

હવે 'એરફેર રેગ્યુલેશન' પણ લાવવું જોઇએ
એરલાઇન્સ સિઝન અને જરૃરિયાત પ્રમાણે એરફેરમાં તોતિંગ વધારો કરવામાં આવતો હોય છે. આ અંગે એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના મેનેજીંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, 'એરલાઇન કંપનીઓ અમુક મર્યાદાથી વધુ એરફેર લઇ શકે નહીં તેવો નિયમ કેન્દ્ર સરકાર દ્વારા ઘડાવવો જોઇએ. હાલ રન-વે ૯ કલાક માટે બંધ હોય છે ત્યારે ઇમરજન્સીમાં બહારગામ જનારી વ્યક્તિને ખૂબ જ વધારે એરફેર ચૂકવવાની નોબત આવે છે. થોડા વર્ષ અગાઉ સંસદમાં એરફેર રેગ્યુલેશન એક્ટ માટે ચર્ચા પણ થઇ હતી પરંતુ આ પછી કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા નથી.'

અમદાવાદથી ક્યાં જવા માટે કેટલું એરફેર?

શહેર

હાલનું મહત્તમ

સામાન્ય દિવસોમાં

 

એરફેર

સરેરાશ એરફેર

મુંબઇ

રૃ. ૨૧,૧૩૯

રૃ. ૨૦૦૦-રૃ. ૨૫૦૦

દિલ્હી

રૃ. ૨૦,૦૧૦

રૃ. ૩૦૦૦-રૃ. ૩૫૦૦

ગોવા

રૃ. ૬૨૫૫

રૃ.૨૫૦૦-રૃ. ૩૦૦૦

ચેન્નાઇ

રૃ. ૧૮,૩૦૪

રૃ. ૩૭૦૦-રૃ. ૪૦૦૦

બેંગલોર

રૃ. ૯૫૦૬

રૃ. ૨૮૦૦-રૃ. ૩૪૦૦

કોલકાતા

રૃ. ૧૦,૩૨૪

રૃ. ૪૫૦૦-રૃ. ૫૦૦૦

જયપુર

રૃ. ૧૦,૫૩૫

રૃ. ૩૨૦૦-રૃ. ૩૫૦૦

દુબઇ

રૃ. ૧૭,૦૪૫

રૃ. ૯૦૦૦-રૃ. ૧૧,૦૦૦


(*૧૪ માર્ચ માટે નોન સ્ટોપ ફ્લાઇટનું વન-વે એરફેર)

Post Comments