Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રોડના ૯૨ કરોડના કામો માટે એક પણ ટેન્ડર ના ભરાયું !

- એન્જિનિયરો-કોન્ટ્રાક્ટરોને નોટિસો બાદ

- નવા પશ્ચિમની ઘટના : જે કામ માટે પડાપડી થતી હતી ત્યાં એક પણ કોન્ટ્રાક્ટર ના ડોકાયો

અમદાવાદ, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

અમદાવાદના નવા પશ્ચિમ ઝોનના રોડ-રસ્તાના અંગે બહાર પડેલા રૃા. ૯૨ કરોડના શોર્ટ ટેન્ડરોમાં આશ્ચર્યજનક રીતે એક પણ રોડના કોન્ટ્રાક્ટરે છેલ્લી તારીખ આવી ગઇ ત્યાં સુધી ટેન્ડર ભર્યું નથી. જે કોન્ટ્રાક્ટરોને વર્ક ઓર્ડર અપાઇ ગયા છે તે અત્યંત મંથરગતિએ ઠાગાઠૈયા જેવું કામ કરે છે, જ્યારે નવા ટેન્ડર ભરવા નવા કે જુના કોઇ કોન્ટ્રાક્ટર તૈયાર નથી, તેવું ચિત્ર આ ઘટના બાદ ઉપસ્યું છે.

મ્યુનિ.માં ઊભી થયેલી આ મુંઝવણભરી સ્થિતિ અંગે જામવા મળે છે કે, નવા પશ્ચિમ ઝોનના રોડ બનાવવાના અને રિસરફેસ કરવાના કામના રૃા. ૯૨ કરોડના ટેન્ડર બહાર પડયા હતા. આશ્ચર્યજનક રીતે જે કામ મેળવી લેવા કોન્ટ્રાક્ટરો વચ્ચે પડાપડી થતી હતી ત્યાં કોઇ ટેન્ડર ભરવા તૈયાર નથી ! હાલ મુખ્ય પાંચ કોન્ટ્રાક્ટરોને તેમણે અગાઉ કરેલાં રોડમાં ઓછું મટિરિયલ વાપરવા બદલ રૃા. પાંચ કરોડ જેટલી પેનલ્ટી સહિતની નોટિસો ઈસ્યુ થઇ છે. ત્રણ કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ થયેલાં છે. ૭ એડિશનલ સહિત ૨૬ જેટલાં એન્જિનિયરોને નોટિસો ઈસ્યુ થયેલી છે.

દરમ્યાન જે કોન્ટ્રાક્ટરોને અગાઉ કામો મંજુર થયા હોવાથી વર્ક ઓર્ડર અપાઇ ગયા હતા, તે કામ જ ચાલુ કરતાં ના હતાં. તેમણે અગાઉથી ગોડાઉનમાં ઢગલો કરેલી કપચી વાપરવાનો તેમનો ઈરાદો હતો તેમ કહેવાય છે. જ્યારે ઉચ્ચ અધિકારીઓએ નક્કી થયેલા પેરામિટર્સ પ્રમાણેની કપચી વાપરવાનો આગ્રહ રાખતા દિવાળી બાદ બે મહિના સુધી કામ બંધ રહ્યું હતું. ત્યારબાદ કોન્ટ્રાક્ટરોને નોટિસો ફટકારાતા ૧૦ જેટલા પેવર ચાલુ થયા હતા, જે ફરી ઘટીને બેથી ત્રણ થઇ ગયા છે. ઉપરાંત પેનલ્ટીની નોટિસના કારણે તેઓ વિમાસણભરી સ્થિતિમાં મૂકાઇ ગયા છે. બીજી તરફ છે તે તેમણે પણ ટેન્ડરો ના ભર્યા તેમજ નવા કોઇ કોન્ટ્રાક્ટર પણ તૈયાર ના થયા, જેથી ટેન્ડરનો ફ્લોપ-શો થઇ ગયા.

Post Comments