Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૨૩મી જાન્યુઆરીએ ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ થશે

-ફેબુ્રઆરીનાં બીજા સપ્તાહમાં બજેટ સત્ર

અમદાવાદ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ૧૮મી ડીસેમ્બરે આવી ગયા બાદ હવે આગામી ૨૩મી જાન્યુઆરીએ નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ કરાશે. સવારે રાજભવન ખાતે સૌપ્રથમ પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરાશે. જ્યારે બપોરે ૧૨ વાગ્યે સ્વર્ણિમ સંકુલમાં પ્રોટેમ સ્પીકર ધારાસભ્યોને તેના હોદ્દા અને ગુપ્તતાનાં શપથ લેવડાવશે.

અગાઉ ૪ કે ૫ જાન્યુઆરીએ શપથવિધિની વાત હતી પરંતુ મોટાભાગનાં સભ્યોએ કમુરતાની અંદર શપથ લેવાની અનિચ્છા દર્શાવી હતી. જેને કારણે રીઝલ્ટના એક મહિનાથી વધુ સમય પછી ધારાસભ્યોની શપથવિધિ કરાશે.

વૈધાનિક અને સંસદીય બાબતોનાં રાજ્યકક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બંધારણની ૧૮૮ની જોગવાઈ અનુસાર ૨૩મીએ સવારે ૧૦-૩૦ વાગ્યે રાજ્યપાલ સમક્ષ પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરાશે. આ જ દિવસે બપોરે સ્વર્ણિમ-૧ના સાબરમતી હોલમાં પ્રોટેમ સ્પીકર ધારાસભ્યોને શપથ લેવડાવશે.

તેઓએ કહ્યું કે તમામ ધારાસભ્યોને એકસાથે એટલે કે સામૂહિક શપથવિધિ નહી થાય. પરંતુ તમામ ૧૮૨ ધારાસભ્યોને વારાફરતી શપથ લેવડાવાશે. જેમાં સૌપ્રથમ મુખ્યમંત્રીને બાદમાં નાયબ મુખ્યમંત્રી તથા વિરોધ પક્ષનાં નેતાને શપથ લેવડાવાશે. ત્યાર પછી વિધાનસભાની બેઠકના ક્રમ અનુસાર ધારાસભ્યોને સોગંદ લેવડાવાશે. આ શપથવિધિ લગભગ ત્રણ કલાક જેટલો સમય ચાલશે.

ઉપરાંત વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર ફેબુ્રઆરીનાં બીજા સપ્તાહમાં મળશે. અગાઉ કેબીનેટની બેઠકમાં જ આ નક્કી કરાયું હતું જેમાં અધ્યક્ષની ચૂંટણી તેમજ રાજ્યપાલનાં સંબોધન બાદ બજેટ સત્રનો ફેબુ્રઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં પ્રારંભ થશે. જે ૩૧ માર્ચે પૂર્ણ થશે. અત્રે નોંધનીય છે કે ધારાસભ્યોની શપથવિધિ થયા બાદ જ તેમને પગાર-ભથ્થા સહિતનાં લાભો મળે છે. હાલમાં કોઈ જ લાભ મળતો નથી.

Post Comments