Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આવકવેરાના રિફંડ ઓર્ડર અટકાવી કરદાતાને પરેશાન કરતા અધિકારીઓ

-કરદાતાને જવાબ ન મળે તો ઇ-ગ્રામ પર ઓનલાઈન ફરિયાદ કરી શકાય

-કરદાતા વિલંબિત ચૂકવણી પર વ્યાજ ચૂકવે તો ખર્ચમાં બાદ નથી આપતા

અમદાવાદ, તા.11 ઓકટોબર 2017,બુધવાર

આવકવેરા ખાતાના અધિકારીઓને કરદાતાઓના રૃા. ૧૦ લાખથી વધુ રકમના રિફંડ હોય તે રિફંડ ઇશ્યૂ ન કરવાની આંતરિક સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણકાર સૂત્રોનું કહેવું છે. પરિણામે છેલ્લા દોઢ વર્ષથી હજારો કરદાતાઓ તેમના રિફંડના નાણાં આવવાની રાહ જોઈ રહ્યા છે.

સ્ક્રૂટિની એસેસમેન્ટના કેસમાં રૃા. ૧ કરોડથી વધુ રકમનો આવકમાં ઉમેરો કરવામાં આવ્યો હોય તો તેવા કરદાતાઓના કેસમાં આવકવેરા ખાતાના ટોચના અધિકારીઓની સૂચના વિના કોઈપણ જાતનો આદેશ ન આપવાની મૌખિક સૂચના પણ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આકારણી અધિકારીની દેખીતી ભૂલ હોવાનું જણાતું હોય અને પાર્ટી અપીલમાં ગયા પછી ઓર્ડર થઈ ગયો હોય તો પણ દોઢ વર્ષથી રિફંડ આપવામાં આવતું નથી. રિફંડ ન આપનારા અધિકારીઓ વિરુદ્ધ રજૂઆત કે ફરિયાદ કરવામાં આવે તો પણ આવકવેરાના ઉપરી અધિકારીઓ તેમની સામે કોઈ જ પગલાં લેતા નથી.

તેમણે ઓર્ડર કર્યો એટલે કરદાતાએ તે પ્રમાણે વેરો ભરી જ દેવો તેવું માનીને જ તેઓ વર્તી રહ્યા છે. આવકવેરા અધિકારીઓ દ્વારા હાઈપીચ એસેસમેન્ટ કરીને આવકમાં ઉમેરો કરવામાં આવ્યો હોય તેના પર સ્ટે આપવાને બદલે કરદાતાઓના તમામ બૅન્ક એકાઉન્ટ એટેચ કરી દઈને દિવાળીના સમયે તેમના ધંધા ખોરવાઈ જાય તેવા પગલાં લઈ રહ્યા છે. આવકવેરા કચેરીએ કરદાતા પાસેથી લેવાની થતી રકમ કરતાં ઘણી વધુ રકમ એકાઉન્ટમાંથી ખેંચાવી લે છે.

આકારણી અધિકારીના નિર્ણય સામે અપીલમાં જાય તો ૨૦ ટકા રકમ ભરાવવા ઉપરાંત પણ એપેલેટ અધિકારીને લાગે કે કરદાતાની તરફેણમાં ચૂકાદો આવી રહ્યો છે તો તેવા સંજોગોમાં ઓર્ડર કરવાનું ટાળી રહ્યા છે. આમ કરવામાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓને પરિણામે પ્રસ્થાપિત થયેલા ધારાધોરણોની પણ અવગણના કરવામાં આવી રહી છે.

એક કરદાતાના કેસમાં સ્ટે એપ્લિકેશન પેન્ડિંગ હોવા છતાંય તેની પાસેથી કરવેરાની નીકળી રકમ કરતાં ૧૦ ટકા વધુ રકમ રિકવર કરી લેવામાં આવી છે. સામાન્ય રીતે ૨૦ ટકા રકમની જ રિકવરી કરવાનો નિયમ છે. સીબીડીટી વિજિલન્સને પણ આ કેસમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાંય હજી સુધી પગલાં લેવાતા નથી.

કરદાતાઓ વતીથી સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસના ચૅરમૅન સુશીલચંદ્રાનેે પણ આ મુદ્દે ફરિયાદ કરવામાં આવી છે. સીબીડીટીના અધિકારીઓ પણ સ્વીકારે છે કે અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી આકારણીના ૯૩ ટકા કેસમાં ડિપાર્ટમેન્ટનો પરાજય થાય છે. તેમ છતાંય કરદાતાની પરેશાની ઓછી કરવા માટે કોઈ જ પગલાં લેવાતા નથી.

કરદાતાને રિફંડ મોડું આપવામાં આવે તો તેના પર ચૂકવાતા છ ટકા વ્યાજને કરદાતાની આવક ગણીને તેના પર ટેક્સ ગણવામાં આવે છે, પરંતુ કરદાતા વિલંબથી ટેક્સ ચૂકવે અને તેના પર ૧૨ ટકાના દરે વ્યાજ ચૂકવે તો તે વ્યાજની રકમને ખર્ચમાં બાદ ન આપવાનું બેવડું ધોરણ આવકવેરા અધિકારીઓ અપનાવી રહ્યા હોવાની કરદાતાઓની ફરિયાદ છે.

Post Comments